અમેરીકાની ડાયમંડ કંપનીનો દાવો : લેબગ્રોન હીરા પૃથ્વી પર સકારાત્મક અસર કરે છે.

DIAMOND TIMES – અમેરીકાના ન્યૂયોર્ક સ્થિત લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની એથર ડાયમંડ(Aether Diamonds)ના સહસ્થાપક રાયન શેર્મન અને ડાન વોજ્નોએ દાવો કર્યો છે કે તેમની કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં પૃથ્વીના વાતાવરણમાથી કાર્બન ખેંચે છે.પરિણામે તેની પૃથ્વી પર ખુબ જ સકારાત્મક અસર થાય છે.તેમણે કહ્યુ કે કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં કાર્બન સિક્વેસ્ટરેશન નામની ટેકનિકનો ઉપયોગ કરે છે કે જેમા પૃથ્વીના વાતાવરણમાથી કાર્બનનું શોષણ કરીને તેમાથી સીવીડી હીરા તૈયાર કરવામાં આવે છે.
એથર ડાયમંડ (Aether Diamonds)ના સહસ્થાપક રાયન શેર્મને કહ્યુ કે એક કેરેટ લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવા પૃથ્વીના વાતાવરણમાથી 20 ટન કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરવું પડે છે.અમારી કંપની દ્વારા ઉત્પાદીત દરેક હીરા પર કાર્બન ફૂટપ્રિન્ટ અંકીત કર્યા પછી જ તેનુ વેંચાણ કરવામાં આવે છે.લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી વિશ્વની દરેક કંપનીઓ હવાના પ્રદૂષણ (કાર્બન ડાયોક્સાઈ) ને કિંમતી પથ્થરો( લેબગ્રોન હીરા)માં ફેરવવાની અભૂતપૂર્વ આધુનિક રસાયણ પ્રક્રીયા માટે પ્રતિબદ્ધ છે.