એક અમેરીકન નાગરીકે કરોડો રૂપિયાનું સોનુ ક્યાંક સંતાડી દીધુ, હવે તેને શોધવા લોકોને લગાડ્યા ધંધે

716

DIAMOND TIMES – અમેરિકામાં રહેતા ફોરેસ્ટ ફેન્ન નામના એક 85 વર્ષીય નાગરીકે કરોડો રૂપિયાની કિંમતનું સોનુ કોઈ પહાડી વિસ્તારમાં છુપાવીને રાખ્યું છે.જેને શોધવામાં 1000 વર્ષ લાગી જશે તેવો અંદાજ છે.તેમણે આ અંગે એક કવિતા લખીને આ કવિતામાં સોનુ ક્યા છૂપાવ્યુ છે તેની હિંટ પણ આપી છે.આ સોનાને શોધવા માટે અત્યાર સુધી લાખો લોકોએ ટ્રાય પણ કરી છે.રિપોર્ટ્સમાં બહાર આવેલી વિગત મુજબ ફોરેસ્ટ ફેન્નએ પહાડી વિસ્તારોમાં લગભગ 18 કિલો સોનુ છુપાવીને રાખ્યું છે.

વર્ષ 2010માં મિસ્ટર ફેન્ને ખુલાસો કર્યો કે આ સોનુ તેણે કોઈ પહાડ પર 3 હજાર માઈલના અંતરે છૂપાવીને રાખ્યું છે.તેણે સોનાને શોધવાનો પ્રયાસ કરનાર લોકોની મદદ માટે એક મેપ અને એક કવિતા પણ જાહેર કરી છે. જોકે તેણે એ પણ કહ્યું છે કે સોનુ શોધવામાં લગભગ 1000 વર્ષ લાગશે. વર્ષ 2018માં આ ખજાનાને શોધવામાં જોડાયેલા 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.માનવામાં આવી રહ્યું છે કે આજના સમયમાં આ સોનાની કિંમત લગભગ 14.51 કરોડ રૂપિયા છે.મિસ્ટર ફેન્ને પહેલા અમેરિકા એરફોર્સમાં કામ કરતા હતા.જેમાંથી નિવૃત થયા પછી હવે તે એક આર્ટ ગેલેરી ચલાવે છે.