ડાયમંડ ટાઈમ્સ
પહેલી એપ્રિલથી ભારતમાં ઉનાળો બેસી જવાની જાહેરાત કરવામાં આવી છે. શિયાળાની વિદાય સાથે જ હવે ધીમે પગલે ઉનાળાનું આગમન દરવાજે દસ્તક દઈ રહ્યું છે. આગામી એપ્રિલ મહીનામાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, ઓડિશા, વિદર્ભના વિસ્તારો સહીત ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ અને કરા પડે તેવી સંભાવના છે.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે કે તારીખ 4 થી 15 માર્ચ સુધી દિવસનું તાપમાન વધશે.કોઈ કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.આ ઉપરાંત 19 થી 21 માર્ચમાં આકરી ગરમી પડશે.અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ, ડીસા, નલિયા, જુનાગઢ ,અમરેલી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં તાપમાન વધશે.એપ્રિલમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાંતલપુર, રાધનપુર, હારિજ, ભાંભોર તથા કચ્છ અને સુરેન્દ્રનગર સહીત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં ત્રણથી પાંચ એપ્રિલ અને 18 થી 30 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે.આંધી-પવન, ગાજવીજ સાથે કેટલાંક ભાગમાં કમોસમી વરસાદ અને કરા પડવાની પણ સંભાવના રહેશે.