દિવાળી પછી સુરતમાં રફ હીરાની હરાજી યોજવાનો અલરોઝાનો ઐતિહાસિક નિર્ણય

21

રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ,એલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ,અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર સહિતના ડેલિગેશને જ્યારે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી ત્યારે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી,ડિરેક્ટર મથુરભાઈ સવાણી,કમિટી મેમ્બર સેવંતીભાઈ શાહ,લાલજીભાઈ પટેલ,દયાળભાઈ વાઘાણી, દિનેશભાઈ નાવડિયાએ તેમને સુરતમાં બિઝનેસ વિસ્તારવા માટે કરેલી ભલામણનો અલરોઝાએ સહર્ષ સ્વીકર કરતા આ આગેવાનોની મહેનત લેખે લાગી,જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ અને રશિયન કંપની અલરોઝા વચ્ચે મુંબઈમાં યોજાયેલી બેઠક સફળ રહી

DIAMOND TIMES-આગામી સમયમા સુરતના હીરાઉદ્યોગની ચમક વધે તેમજ રફ કંપનીઓની મોનોપોલીમાથી આઝાદી મળે તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થઈ રહ્યુ છે.કારણ કે હીરા ઉદ્યોગ ના ભાવી બદલવાની ક્ષમતા ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વનું સૌથી મોટું ઓક્શન હાઉસનું નિર્માણ થઈ રહ્યુ છે.ડાયમંડ બુર્સમાં મુંબઈની હીરાની અનેક મોટી કંપનીઓ સુરતમાં સ્થળાંતરીત થવાની છે,તો આંતરરાષ્ટ્રીય બાયર્સ પણ સુરતમાં આવતા થશે.આ પરિવર્તનથી હીરા ઉદ્યોગ સહીત સમગ્ર સુરતની આર્થિક ગતિવિધી વધુ તેજ બનશે. આવા સકારાત્મક પરિબળ વચ્ચે દિવાળી બાદ સુરતમાં રફ હીરાની હરાજી કરવાનો વિશ્વની સહુથી મોટી રફ ઉત્પાદક કંપની અલરોઝાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

અલરોઝા દ્વારા લેવાયેલા ઉપરોક્ત નિર્ણયના પગલે ઇચ્છાપોર ખાતે ભારત ડાયમંડ બુર્સ દ્વારા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.ખાસ વાત તો એ છે કે ભારત સરકાર રફ હીરાની આયાતને અનુલક્ષીને સુસંગત પોલિસી બનાવશે તો અલરોઝાના પગલે ડીબિયર્સ સહીત વિશ્વની અનેક રફ કંપનીઓ પણ સુરત માં પોતાની સેલ્સ ઓફીસ શરૂ કરશે.સુરતના હીરા ઉદ્યોગ માટે આ એક મોટુ પરિવર્તનકારી પગલુ સાબિત થશે.

સુરતમાં રફ હીરાની હરાજી માટે અલરોઝાને મનાવવા આગેવાનો રહ્યા સફળ

થોડા દીવસ પુર્વે રશિયાની રફ માઈનિંગ કંપની અલરોઝોનું ડેલિગેશન સુરતમાં બની રહેલા સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યું હતું.6 વ્યક્તિના ડેલિગેશને સુરતમાં જ રફની હરાજી માટે રસ દાખવ્યો હતો.આ ડેલિગેશનમાં અલરોઝા ના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરીવ,એલરોઝાના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ સ્ટેનીસલવ માર્ટેન્સ,અલરોઝા ઈન્ડિયાના ડિરેક્ટર સહિત 6 લોકો ઉપસ્થિત રહ્યા હતાં.આ ડેલિગેશન સાથે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી,ડિરેક્ટર મથુર ભાઈ સવાણી,કમિટી મેમ્બર સેવંતીભાઈ શાહ,લાલજીભાઈ પટેલ,દયાળભાઈ વાઘાણી, દિનેશભાઈ નાવડિયાએ સુરતમાં બિઝનેસ વિસ્તારવા માટે કરેલી ભલામણનો અલરોઝાએ સહર્ષ સ્વીકર કરતા આ આગેવાનોની મહેનત લેખે લાગી છે.