DIAMOND TIMES- ગત નવેમ્બર મહીનામા અલરોઝાએ કુલ 334 મિલિયન ડોલરના રફ અને તૈયાર હીરાનું વેંચાણ કરી પાછલા બે મહીનાની તુલનાએ હીરાના વેંચાણામાં વ્રુદ્ધિ નોંધાવી છે.ગત સપ્ટેમ્બર મહીનામાં અલરોઝાએ 298 મિલિયન ડોલરના હીરાનું જ્યારે હતું ઓક્ટોબર મહીનામાં 308 મિલિયન ડોલરના હીરાનું વેંચાણ કર્યુ હતુ . ઉલ્લેખનિય છે કે નવેમ્બર મહીનામા થયેલા 334 મિલિયન ડોલરના હીરાના કુલ વેંચાણ પૈકી 310 મિલિયન ડોલરના રફ હીરા જ્યારે 24 મિલિયન ડોલરના પોલિશ્ડ હીરાનો પણ સમાવેશ થાય છે.
અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની અગુરીવે પ્રતિભાવ આપતા કહ્યુ કે કેલેન્ડર વર્ષના અંતિમ મહીનાઓમાં અમેરીકા, યુરોપ,ચીન સહીતના ચાવીરૂપ બજારોમાં હીરાના દાગીનાની માંગ ડબલ-અંકના દરે વધી છે.ખાસ કરીને મુખ્ય બજારો માં જ્વેલરીની નક્કર માંગ જળવાઈ રહી છે.આગામી નુતન વર્ષ 2022માં પણ આ રફતાર વધુ તેજ બને તેવી અપેક્ષા છે.બીજી તરફ રફની મર્યાદિત ઉપલબ્ધતાના કારણે માઇનિંગ કંપનીઓએ રફ હીરાની સપ્લાઈ ઘટાડવાની ફરજ પડી છે . પરિણામે રફ હીરામાં માંગ અને પુરવઠાની સ્થિતિ વધુ તંગ બની છે. તેમણે ઉમેર્યુ કે આગામી જાન્યુઆરી-2022 થી અલરોઝાએ જાહેર કરેલા વિવિધ ત્રણ કેટેગરીના નવા કોન્ટ્રાક્ટ મુજબ દરેક હીરા ગ્રાહક વર્ગની ચોક્કસ વ્યવસાયિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને રફનું વેંચાણ કરશે.