અલરોઝાએ રશિયાની લોકકથાના પાત્ર પરથી 91.86 કેરેટના રફ હીરાનું નામકરણ કર્યુ

31

DIAMOND TIMES – રફ કંપની અલરોઝાની માલીકીની રશિયાની વિવિધ ખાણોમાથી અનેક વખત મોટી સાઈઝના અમુલ્ય રફ હીરા મળી આવે છે.આ પ્રકારના અમુલ્ય રફ હીરાને અલરોઝા ઐતિહાસિક પાત્રો કે દેશના વિખ્યાત મહાનુભાવોને આધાર બનાવી નામકરણ કરે છે.તાજેતરમાં રશિયાની યાકુતિઆ પ્રાતના વિશાળ આર્કટિક પ્રદેશમાં ઓલેન્યોક જિલ્લામાં આવેલી અલરોઝાની પેટા કંપની અનાબરના ડાયમંડ્સની માલીકીની ખાણમાથી 91.86 કેરેટ વજનનો અને 25х16х22 સેન્ટીમીટરની સાઈઝનો એક રફ હીરો મળી આવ્યો છે.પીળા અને બદામી રંગના આ રફ હીરાનું રશિયાની લોકકથાના પાત્રના આધારે અલરોઝાએ ઓળી જોળી પીપળ પાન કરી કીન્દીકન નામકરણ કર્યુ છે.

રશિયાની લોકકથાનું કીન્દીકન પાત્ર એક નાની છોકરીનું છે.લોકવાયકા મુજબ આજથી 200 વર્ષ પહેલા યાકુતિયાના એક શિકારીને વર્ખોયંસ્ક પર્વતો પાસે સંપૂર્ણપણે નાશ પામેલી પૂર્વજોની વસાહતમાંથી ચમત્કારીક રીતે જીવતી મળી આવી હતી.કીન્દીકન રશિયાના લોકો માટે વિશિષ્ટ મુલ્યો,પ્રેમ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક બની ગઈ છે.આ લોકકથાએ અલરોઝાને તેમના નવા ખાણકામ પ્રોજેક્ટ કીન્દીકનને ટેકો આપવા પ્રેરણા પુરી પાડી છે.કીન્દીકને રશિયાની સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી છે.

અલરોઝના ડેપ્યુટી સીઈઓ એવગેની અગુરીવે જણાવ્યું હતું કે મોટી સાઈઝના અને દુર્લભ કેટેગરીના હીરાને પાત્રની તાકાત,સમૃદ્ધ ઇતિહાસના આધારે નામકરણ કરવાની અલરોઝાની પરંપરા રહી છે.આની પાછળનો ઉદ્દેશ્ય આ વાર્તાને વિશ્વ સમક્ષ ઉજાગર કરી ભવિષ્યની પેઢીઓ માટે સાચવી રાખવાનો છે.