પરિવર્તન : ડીબિયર્સના પગલે ચાલીને રફના વેંચાણ માટે અલરોઝાએ ગોઠવી નવી વ્યવસ્થા

27

DIAMOND TIMES -રશિયાની રફ કંપની અલરોઝાએ હવે રફના વેંચાણ માટે હવે ડીબિયર્સના પગલે ચાલીને નવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લીધો છે.રફ હીરાના વેંચાણમાં આ પ્રકારનું પરિવર્તન કરવા પાછળ અલરોઝાનો ઉદ્દેશ્ય તેમના વિવિધ પ્રકારના ગ્રાહકોને રફ હીરાની યોગ્ય પસંદગી અંગે મજબુત વિકલ્પ આપવાનો છે.

જાન્યુઆરી-2022થી આ નવી પધ્ધતિ અમલી બનશે : અલરોઝના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવે

અલરોઝના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવે એક નિવેદનમાં કહ્યુ કેવ રફ હીરા બજારને લાગતા આંચકાઓનો સામનો કરવા રફ હીરાના વેપારમાં લાંબા ગાળાના કરારો જેવી વ્યવસ્થાના નવા મોડલની ખાસ જરૂર છે.આ નવી સિસ્ટમનો મુખ્ય ફાયદો એ છે કે તેનાથી ગ્રાહકો તેમની વ્યવસાયિક પ્રવૃત્તિના આધારે જરૂરીયાત મુજબના રફ હીરાની પસંદગી કરી શકશે.આ ઉપરાંત રફ હીરાનો કેટલો જથ્થો ખરીદવો તે પણ નિર્ધારીત કરી શકશે. અલરોઝા સારી રીતે સમજે છે કે કોન્ટ્રાક્ટ હેઠળ ગ્રાહકો ઇચ્છતા ન હોય તો પણ જરૂરીયાત કરતા વધુ રફ હીરાનો જથ્થો પધરાવી દેવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવે છે.

એવજેની અગુરીવે ઉમેર્યુ કે અલરોઝા તેમના ગ્રાહકોને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરવા માંગે છે.જેમા ડીલર્સ,રિટેલર્સ અને હીરાના મેન્યુફેકચર્સનો સમાવેશ થાય છે.અલરોઝા રફ હીરાના વેંચાણ માટે કેટેગરી વાઈઝ અલગ-અલગ કોન્ટ્રાક્ટ સાઈન કરશે.રફ હીરાના વેંચાણ માટેની આ નવી સિસ્ટમ આગામી જાન્યુઆરી-2022થી અમલી બનાવવામાં આવશે અને તે વર્ષ 2024 સુધી એમ ત્રણ-વર્ષના સમયગાળા માટે માન્ય રહેશે.