સ્પેશિયલ સાઈઝના રફ હીરાના ત્રણ ઓકશન થકી અલરોઝાએ કુલ 38 મિલિયન ડોલર એકત્ર કર્યા

61

DIAMOND TIMES – અહેવાલ મુજબ રશિયાની રફ કંપની અલરોઝાનું રફ અને પોલિશ્ડ હીરાનું વેચાણ ગત ઓગસ્ટ મહીનામાં ઘટીને 306 મિલિયન ડોલરની ચાલુ વર્ષની નીચી સપાટી આવી ગયુ છે.જો કે ઓગસ્ટથી સપ્ટેમ્બર મહીના દરમિયાન અલગ-અલગ ત્રણ હરાજીમાં 10.8 કેરેટથી વધુ વજનના સ્પેશિયલ સાઈઝના 38 મિલિયન ડોલર ના રફ હીરાનું અલરોઝાએ વેંચાણ કર્યુ છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે એન્ટવર્પ,દુબઈ અને ઈઝરાયેલની ત્રણ આંતરરાષ્ટ્રીય હરાજીમાં રફ હીરાના 349 લોટમાં કુલ 6,000 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવ્યા હતા.અલરોઝાએ આયોજીત કરેલા 10.8 કેરેટના રફ હીરાના ઓક્શનમાં 300 જેટલા ખરીદદારો સામેલ થયા હતા જે પૈકી 80 લોકોએ રફ હીરાની ખરીદી કરી હતી.

અગાઉના એક નિવેદનમાં એલોરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરિવે કહ્યુ હતુ કે હીરા ઉદ્યોગની પુન :રીકવરી અને અવિરત પ્રગતિથી અમને આનંદ થાય છે.જો કે અમારી દ્રષ્ટિએ રફ હીરાની સપ્લાય અને વર્તમાન સંજોગોમાં માંગ સંતુલિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.રફ હીરાના બજારનું સંતુલન જાળવવા અને વધુ પડતા માલના ભરાવાને ટાળવા માટે અમારા ગ્રાહકો પાસે રફ હીરાને તૈયાર કરવાની પ્રક્રિયા અને વેચવા માટે પૂરતો સમય હોવો જોઈએ.