ત્રીજા ક્વાર્ટરમાં અલરોઝાએ 8.8 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કર્યું

18

DIAMOND  TIMES- રશિયાની રફ કંપની અલરોઝાએ ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા કવાર્ટર દરમિયાન 8.8 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કર્યુ છે.જ્યારે આ જ સમાન ગાળામાં 938 મિલિયન અમેરીકી ડોલરની કીંમતના રફ અને પોલિશ્ડ હીરાનો કારોબાર કર્યો છે.

અહેવાલ મુજબ અલમાઝી અનાબારા વિસ્તારની ક્રિમ્બર લાઈટમાં રફ હીરાનું ઉત્પાદન 26 ટકાની વૃદ્ધિ સાથે હાઈએસ્ટ રહ્યુ હતુ.જ્યારે ઉડાચની ડિવિઝન અને ન્યુર્બિન્સકાયા ડાયમંડ પાઇપમાં પણ રફ ઉત્પાદનમાં ઉત્સાહજનક વધારો થયો હતો.જો કે ડાયમંડ ગ્રેડમાં સરેરાશ 20 થી 1 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.સહુથી મહત્વની બાબત તો એ રહી હતી કે ઓછી ગુણવત્તા ધરાવતા રફ હીરાના કારણે તેની સરેરાશ સાચી કિંમત 6 ટકા ઘટીને પ્રતિ કેરેટ 136 ડોલર રહી હતી.

અલરોઝાનું રફ અને પોલિશ્ડ હીરાનું વેચાણ ગત ઓગસ્ટ મહીનામાં ઘટીને 306 મિલિયન ડોલરની ચાલુ વર્ષની નીચી સપાટી આવી ગયુ છે.જો કે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ ત્રણ હરાજીમાં 10.8 કેરેટથી વધુ વજનના સ્પેશિયલ સાઈઝના 38 મિલિયન ડોલરના રફ હીરાનું વેંચાણ થયુ હતુ.અલરોઝાના કોર્પોરેટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના વડા સેરગેઈ તાકીવએ નિવેદન હતુ કે 2017માં આવેલા ભયાનક પુરની દુર્ઘટના પછી બંધ પડેલી મીર ખાણને આગામી મહીનાઓમાં પુન: ધમધમતી કરવાની યોજના છે.જો મીર ખાણમાં કામગીરી શરૂ થાય અને રફ હીરાનું ઉત્પાદન મળતુ થાય તો અલરોઝાની કમાણીમાં 25 ટકાની વૃદ્ધિની સંભાવના છે.

અલરોઝાએ 23-જુલાઇના રોજ રશિયન સરકાર હસ્તકની સંસ્થા ગોખરાન પાસેથી રફ હીરાના કુલ જથ્થા પૈકી અંદાજીત 70 ટકા રફના જથ્થાની ટેન્ડર દ્વારા ખરીદી કરી હતી. જેના કારણે રફ હીરાની સપ્લાય ચેઇનમાં જથ્થાની દ્રષ્ટ્રીએ 1 મિલિયન કેરેટ જ્યારે મુલ્યની દ્રષ્ટ્રી એ લગભગ 140 મિલિયન ડોલરની ઇન્વેન્ટરી આવી હતી.આ અંગે અલરોઝાના પ્રવક્તાએ કહ્યુ કે યુરોપ-અમેરીકા અને ચીન સહીત તમામ મુખ્ય વશ્વિક બજારોમાં દાગીનાની માંગ મજબૂત બનતા તેની તુલનાએ રફ ડાયમંડના પુરવઠાની તંગીની સમસ્યા આવી હતી.આવા સમયે અલરોઝાએ સરકારી સંસ્થા ગોખરાન પાસે રહેલા રફ હીરાના અનામત ભંડોળમાથી પુરવઠો મેળવી બજારમાં ઠાલવતા રફ હીરાની કીંમતો સમપ્રમાણ સ્થિતિમાં આવી હતી.જેનાથી હીરા ઉદ્યોગની ગાડી ગતિમાં આવી હતી.