આજથી અલરોઝાનું આધુનિક પધ્ધતિથી ડીઝીટલ રફ ઓકશન : કલર,એસેસમેન્ટ સહીતની તમામ માહીતી ઉપલબ્ધ

764

DIAMOND TIMES- રશિયાની રફ કંપની અલરોઝાની આજથી શરૂ થયેલા રફ હીરાના ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનાર બિડર્સને રફ હીરાના કલર એસેસમેન્ટ,ફ્લોરોસન્સ ઈન્ટેન્સી તેમજ ખામી સહીતની તમામ માહીતી ઓન લાઈન પ્રોવાઈડ કરાવી છે.વધુમાં કલર અને લ્યુમિનેસેન્સનું મૂલ્યાંકન કરવા માટે દરેક હીરાનો વિડીયો તેમજ યુવી ફોટાઓ પણ મુકવામાં આવ્યા છે.

રફ હીરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવતી રશિયન કંપની અલરોઝાએ વર્ષ 2019 માં રફ હીરાનું ડિજિટલ પ્લેટફોર્મ થકી વેંચાણ કરવા અધતન ફોર્મેટ બનાવી તેનું પરીક્ષણ કરવાની કામગીરી સતત ચાલુ રાખી હતી . જેમા સફળતા મળતા અલરોઝાએ વર્ષે-2020માં પ્રથમ ડિજિટલ હરાજીનું આયોજન કર્યુ હતુ.જેમા 10.8 કેરેટથી વધુ વજન ધરાવતા વિશેષ કદના રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવ્યા હતા.

ઉપરોક્ત રફ હીરાના ઓકશન પછી અલરોઝાએ હવે રફ હીરાની ડીઝીટલ હરાજીને પરંપરાગત રીતે આગળ વધારવા માંગે છે.જેને ધ્યાનમાં રાખીને તેણે ગ્રાહકો એટલે કે બિડર્સની સગવડતા માટે ઓનલાઈન રફ ઓકશન માટે ઉપયોગમાં લેવાતા ફોર્મેટને આધુનિક અને વધુ કાર્યક્ષમ બનાવ્યુ છે.

આજથી શરૂ થયેલી અને આગામી તારીખ 13 ઓક્ટોબર સુધી ચાલનારા ડીઝીટલ રફ ઓકશનમાં અલરોઝાએ વિશેષ કદના 2,000 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુક્યા છે.આ રફ હીરાનો કલર એસેસમેન્ટ, ફ્લોરોસન્સ ઈન્ટેન્સી તેમજ ખામી સહીતની તમામ માહીતી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.વધુમાં કલર અને લ્યુમિનેસેન્સનું મૂલ્યાંકન કરવા માટે દરેક હીરાનો વિડીયો તેમજ યુવી ફોટાઓ મુકવામાં આવ્યા છે.આ અંગે અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગુરીવે કહ્યુ કે ગ્રાહકોને હીરાની જરૂરી તમામ માહીતી પુરી પાડી ડિજિટલ હરાજીને આસાન અને પારદર્શક બનાવવા અમો મહેનત કરી રહ્યા છીએ.