રફની ઉંચી કીંમત જ માંગ અને પુરવઠાને સંતુલિત કરવાનો અસરકારક ઉપાય : અલરોઝા

714

જુલાઈ-2021માં અલરોઝાએ 318 મિલિયન ડોલરના રફ હીરાનું વેંચાણ કર્યુ

DIAMOND TIMES – ગત જુલાઇ દરમિયાન અલરોઝાએ કુલ 334 મિલિયન ડોલરના હીરાનું વેંચાણ કર્યુ હતુ .જે પૈકી 318 મિલિયન ડોલરના રફ હીરાનું અને 15 મિલિયન ડોલરના પોલિશ્ડ હીરાના વેચાણનો સમાવેશ થાય છે. કેલેન્ડર વર્ષ-2021 ના પ્રથમ સાત મહીનામાં અલરોઝાએ કુલ 2,670 મિલિયન ડોલરના રફ અને પોલિશ્ડ હીરાનું વેંચાણ કર્યુ છે. જે પૈકી 2548 મિલિયન ડોલરના રફ હીરા અને 122 મિલિયન ડોલરના પોલિશ્ડનો સમાવેશ થાય છે.

અલરોઝા માંગ અને પુરવઠાના સંતુલનને જાળવવા પ્રયત્ન કરશે : અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવ

અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવે જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2021ના અર્ધવાર્ષિક ગાળામાં ઝવેરાતની વૈશ્વિક માંગ ખુબ મજબૂત રહી હતી.આ સમયગાળા દરમિયાન અમેરીકાની ઝવેરાત માંગમા 35 ટકાનો જ્યારે હોંગકોંગ સહીત ચીનની માંગમા 15 ટકાનો વધારો નોંધાયો હતો વર્તમાન સમયે પણ હીરા-ઝવેરાતની ખરીદી પ્રત્યે લોકોના  ઉત્સાહથી રફ હીરાની મજબૂત માંગને ટેકો મળી રહ્યો છે. મે-જૂન 2021ની શરૂઆતમાં સમસ્ત હીરા ઉદ્યોગે રફ હીરાના પુરવઠાની અછતનો સામનો કરવો પડ્યો હતો . મોટાભાગની રફ કંપની પાસે જરૂરી રફ ઉપલબ્ધ ન હતી.આવી સ્થિતિ વચ્ચે રફ હીરાની ઉંચી કીંમતો જ માંગ અને પુરવઠાને સંતુલિત કરવા નો એકમાત્ર અસરકારક ઉપાય છે.ઓગસ્ટ મહીના ની શરૂઆતમાં રફ હીરા ના ભાવ કોરોના મહામારીના સમયની પુર્વના સ્તરે આવ્યા છે. એક જવાબદાર કારોબારી તરીકે અલરોઝા માંગ અને પુરવઠાના સંતુલન ને જાળવવા પ્રયત્ન કરશે.

જાહેરાત
જાહેરાત