રફ અને પોલિશ્ડ હીરાના કારોબાર થકી અલરોઝાએ જંગી નફો અંકે કર્યો

વિતેલા કેલેન્ડર વર્ષ 2021 દરમિયાન રફ અને પોલિશ્ડ હીરાના કારોબાર થકી રફ કંપની અલરોઝાએ 4.169 બિલિયન અમેરીકી ડોલરની કમાણી કરી છે.અલરોઝાએ કરેલી કુલ 4.169 બિલિયન અમેરીકી ડોલરની કમાણીમાં રફ હીરાના કારોબાર થકી 3.977 બિલિયન અમેરીકી ડોલરની કમાણી થઈ હતી.જ્યારે પોલિશ્ડ હીરાના કારોબારનો 192 મિલિયન અમેરીકી ડોલરનો હિસ્સો રહ્યો હતો.ડિસેમ્બર- 2021 માં એક જ મહીના દરમિયાન અલરોઝાને કુલ 254 મિલિયન ડોલરની આવક થઈ હતી.જેમા 241 મિલિયન ડોલરનો રફ હીરાનો હિસ્સો રહ્યો હતો.જ્યારે પોલિશ્ડ હીરાનો 2 મિલિયન અમેરીકી ડોલરનો હિસ્સો રહ્યો હતો.

પાઈપ લાઈનમાં નીચા સ્ટોક અને જ્વેલરી ગ્રાહકોની સતત ઊંચી માંગને જોતાં અમે હીરાની ભાવિ માંગ વિશે હકારાત્મક છીએ : એવજેની અગુરીવે

એક ઓનલાઈન મીડીયા રિપોર્ટમાં અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની અગુરીવે જણાવ્યું હતું કે વિતેલા કેલેન્ડર વર્ષ 2021ના રફ હીરાના મજબૂત પરિણામો રજૂ કરતાં ગર્વ અનુભવીએ છીએ.પ્રારંભિક અંદાજ મુજબ 2019ની સરખામણીએ 21 ટકા જ્યારે 2020ની તુલનાએ અમો બે ગણી વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યાં છીએ.

ઉત્તર અમેરિકા અને એશિયાના મુખ્ય ઉપભોક્તા બજારોમાં હીરાના આભૂષણોની માંગમાં વૃદ્ધિ થતા આ પરિણામ મળ્યુ છે.રફ અને પોલિશ્ડ હીરાના કારોબારની ગતિ જળાવાઈ રહેવાની ધારણા છે.તો હીરાની પાઈપ લાઈનમાં નીચા સ્ટોક અને જ્વેલરી ગ્રાહકોની સતત ઊંચી માંગને જોતાં અમે રફ હીરાની ભાવિ માંગ વિશે હકારાત્મક છીએ.