રફ હીરાના બજારને સંતુલિત કરવા રફ કંપની અલરોઝાનો પ્રયાસ

881

લાંબા ગાળાના કરાર હેઠળ અલરોઝાનું આગામી વેપાર સત્ર 12મી એપ્રિલથી શરૂ થવાનું હતું , પરંતુ બજારની સ્થિતિનો અભ્યાસ કરીને રફ હીરાની ડીમાન્ડ અને સપ્લાયને સંતુલિત કરવાના આશયથી તેણે આ વેપાર સત્રને 19 એપ્રિલ સુધી લંબાવી દીધુ છે.
DIAMOND TIMES

રફ હીરાના બજાર સંતુલનને ટેકો આપવા રશિયાની રફ ઉત્પાદક કંપની અલરોઝાએ વેપાર સત્ર પાછળ ઠેલ્યુ છે.લાંબા ગાળાના કરાર હેઠળ આગામી સત્ર 12 મી એપ્રિલથી શરૂ થવાનું હતું.પરંતુ તેના આ વેપાર સત્રને એપ્રિલ 12 થી 19માં ખસેડવાનો અલરોઝાએ નિર્ણય કર્યો છે.ઉલ્લેખનિય છે કે વેપાર સત્ર હેઠળ અલરોઝા તેની સાઈટ હોલ્ડર્સ કંપનીઓને રફની ફાળવણી અંગે નિર્ણય લેતી હોય છે.
એલોરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની એગ્યુરિવે જણાવ્યું હતું કે અમારી કંપની દ્વારા ઉત્પાદીત રફ હીરાની ખરીદીમાં રસ દર્શાવતા અમારા ગ્રાહકો સાથે હેરા ઉદ્યોગની સતત અને ઝડપી પુન : રીકવરી જોઈને અમને આનંદ થાય છે.જો કે અમારી દ્રષ્ટિએ રફ હીરાની સપ્લાય અને વર્તમાન સંજોગોમાં માંગ સંતુલિત રાખવી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.રફ હીરાના બજારનું સંતુલન જાળવવા અને વધુ પડતા માલના ભરાવાને ટાળવા માટે અમારા ગ્રાહકો પાસે રફ હીરાને તૈયાર કરવાની પ્રક્રિયા અને વેચવા માટે પૂરતો સમય હોવો જોઈએ.આથી જ અમે અમારા આગામી ટ્રેડિંગ સેશનને પ્રારંભિક શિડ્યુલથી એક અઠવાડિયા પાછળ ફેરવવાનું નક્કી કર્યું છે. હવે અમારૂ આગામી વેપાર સત્ર 19 એપ્રિલ, 2021 થી શરૂ થશે.

જુલાઈ 2020થી અલરોઝાએ રફ હીરાના ગ્રાહકોને મહત્તમ સુગમતા આપી છે.કારણ કોવિડ -19 માં હીરાના વેપારના ઘટાડાને પગલે રફ બજાર સંતુલનને પ્રાધાન્ય આપશે. લાંબા ગાળાના કરાર હેઠળના રફ હીરાનું વેચાણ સામાન્ય રીતે અલરોઝાની કુલ આવકના લગભગ 70% જેટલું હોય છે. ટ્રેડિંગ સત્રો સામાન્ય રીતે મહિનામાં એક વાર યોજવામાં આવે છે.આ સિવાય એલરોઝા રફ હીરાનું ઓપન બજાર,હરાજી અને ટેન્ડર દ્વારા વેંચાણની ગોઠવણ કરે છે.