સુરતના હીરા ઉદ્યોગકારો માટે રશિયન રફ કંપની અલરોઝાએ કિંમતી રત્નો અને ધાતુઓના રશિયન રાજ્ય ભંડાર ગોખરાન પાસેથી વધુ એક વખત રફનો 70 ટકા જથ્થો ખરીદ્યો
DIAMOND TIMES – રશિયાની રફ કંપની અલરોઝાએ બજારમાં માંગની તુલનાએ રફ હીરાના પુરવઠાની સ્થિતિને સુધારવા કિંમતી રત્નો અને ધાતુઓના રશિયન રાજ્ય ભંડાર ગોખરન પાસેથી વધુ એક વખત રફ હીરાનો જથ્થો ખરીદ્યો છે.અહેવાલ મુજબ ગોખરન દ્વારા ઓફર કરવામાં આવેલા રફ હીરાના કુલ જથ્થા પૈકી અલરોઝાએ 80 ટકા માલની ખરીદી કરી છે.પરંતુ ખરીદવામાં આવેલા રફના જથ્થા અને તેની કીંમત અંગે જાહેરાત કરી નથી.જો કે આ અગાઉ એક અહેવાલમાં નિર્દેશ અપાયા હતા કે આગામી સપ્ટેમ્બર મહીનામાં થનારી હરાજીમાં ગોખરાન અલરોઝાને આશરે 19 મિલિયન ડોલરની કિંમતના 768,600 કેરેટ ઓફર કરશે.
ઈન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ગત જુલાઈ મહીનામાં અલરોઝાએ ગોખરાન દ્વારા ઓફર કરાયેલા કુલ રફ હીરાના જથ્થા પૈકી 139.2 મિલિયન ડોલરની કીંમતના 1.02 મિલિયન કેરેટ એટલે કે 70 ટકા રફ હીરાની ખરીદી કરી હતી.
રફ બજારમાં સટ્ટાનો માહોલ દુર કરવાનો અમારો પ્રયાસ : અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવ
અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની એગ્યુરીવે કહ્યુ કે અલરોઝાએ નોંધ્યુ હતુ કે રફ હીરાની તંગીના પગલે સેકન્ડરી માર્કેટમાં સટ્ટાકીય પરિસ્થિતિ ઉભી થઈ હતી.હીરાનું મેન્યુફેકચરીંગ કરતી કંપનીઓ રફની તંગીના પગલે માલની કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હતા.આ પ્રકારની સટ્ટાકીય પરિસ્થિતીને નિવારવા રફ હીરાના જથ્થાને બજારમાં ઠાલવવાની જરૂર હતી.જેને ધ્યાનમાં રાખી અલરોઝાએ ગોખરાન પાસે રહેલા રફ હીરાના કુલ અનામત જથ્થા પૈકી આશરે 70 ટકા જેટલા જંગી માલની ખરીદી કરી તેને બજારમાં ઠાલવી હતી.ઉપરાંત હજુ આગામી સપ્ટેમ્બર મહીનામાં પણ અલરોઝા બીજી હરાજીમાં પણ ગોખરાન પાસેથી રફ હીરાની વધુ ખરીદી કરી તેને બજારમાં ઠાલવવાની અલરોઝાની યોજના છે.
વધુમાં અલરોઝાએ આગામી વર્ષ 2021માં રફ હીરાનું ઉત્પાદન 5 ટકા સુધી વધારી મહત્તમ 33 મિલિયન કેરેટ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.રફની કીંમતો અંગે એગ્યુરીવ ઉમેર્યુ કે સેકન્ડરી-માર્કેટના ભાવોને સામાન્ય થવામાં થોડો સમય લાગશે.કારણ કે રફ અને પોલિશ્ડ હીરાની ડીમાન્ડ આ વર્ષના અંત સુધી મજબૂત રહેવાની પુરેપુરી શક્યતાઓ છે.આગામી સાઈટ અંગે તેમણે કહ્યુ કે આગામી સાઈટમાં રફ હીરાની કીંમતો સ્થિર રાખવાનો અમારો પ્રયાસ રહેશે.
******************************************************
ડાયમંડ ટાઇમ્સ તરફથી ગણેશ ચતુર્થીની શુભકામનાઓ
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
સમગ્ર દેશમાં આજે ગણેશ ચતુર્થી અત્યંત ધમધુમથી મનાવવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી છે.ધનવર્ષાની શુભકામના સાથે ગણપતિ બાપા મોરીયાના જયઘોષ સાથે ઘરઘર અને શેરીએ શેરીએ વિઘ્નહર્તાનું સ્થાપન થયુ છે.
કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે.જેથી શુભ કાર્ય કે મંગલકાર્ય કોઇપણ પ્રકારના વિઘ્ન વગર સંપન્ન થાય છે.ભાદરવાના શુકલપક્ષની ચતુર્થી એટલે ગણપતિ ચોથ જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે જાણીએ છીએ.આ ગણેશ ચતુર્થી પછીના દસકે અગિયાર દિવસ એટલે કે આનંદ ચૌદશ સુધી શ્રી ગણેશજીનું આપણે સૌ વિશેષ રીતે અભિવાદન કરતા હોઈએ છીએ.
પુરાણમા ઉલ્લેખ છે કે યુદ્ધમાં શ્રી ગણેશ કુશળ સેના નાયક છે તો તે નૃત્યકળામાં નિપુણ છે.શ્રી ગણેશ વિશ્વરૂપ દેવતા પણ છે.ગણેશજીના હાથમાં ત્રિશુળ એટલે કે તર્ક છે અને લાડુનો અર્થ મહારસથી પરિપૂર્ણ વેદાંત એવો થાય છે.
ગણપતિનું પેટ મોટું, આંખ ઝીણી હોવાથી તે ભક્તોના અપરાધ માફ કરીને લંબોદર કહેવાયા.દુષ્ટ લોકોને દંડ દઇને ગણપતિ વક્રતુંડ બની ગયા.અસૂરોથી લડતાં એક દાંત તૂટયો તેથી એકદંત અને કપાળમાં ચંદ્ર એટલે ભાલચંદ્ર તરીકે પણ ઓળખાયા છે.દૂર્વા, શમી અને મંદાર પુષ્પોથી તેમની પૂજા થાય છે.ગણેશજીને મોદકનો પ્રસાદ અત્યંત પ્રિય છે.