અલરોઝા અને એન્ટવર્પ વચ્ચે હીરાના કારોબારને મજબુતી અપાવવા નવા કરાર થયા

73
Ondertekening van de MoU tussen AWDC en Alrosa

DIAMOND TIMES – રશિયાની અગ્રણી રફ ઉત્પાદક કંપની અલરોઝા અને વિશ્વનું સૌથી મોટુ રફ-ટ્રેડિંગ કેન્દ્ર પૈકી એક એવા એન્ટવર્પની અગ્રણી વ્યાપારીક સંસ્થા એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર(AWDC)વચ્ચે વ્યાપારીક સબંધો વધુ દ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બંને પક્ષો વચ્ચે નવા કરાર કરવામાં આવ્યા છે.પરસ્પર સહકાર કરારના નવીકરણ પર અલરોઝાના સીઈઓ સેર્ગેઈ ઈવાનવ અને બેલ્જિયમ વેપાર સંગઠનના એરી એપસ્ટેઈને હસ્તાંક્ષર કર્યા હતા.

આ કરાર અંગે એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના પ્રવક્તાએ પ્રતિભાવ આપતા કહ્યુ કે અગ્રણી રફ કંપની અલરોઝા અને વિશ્વનું સૌથી મોટુ રફ-ટ્રેડિંગ કેન્દ્ર એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર હીરાના કારોબારમાં પરસ્પરના સંબંધોને વધુ વિસ્તૃત અને કાર્યક્ષમ બનાવવા માંગે છે.આ કરારથી બંને પક્ષો હીરા ઉદ્યોગની જરૂરી માહિતીનું પારદર્શક રીતે વિનિમય,સંયુક્ત માર્કેટિંગ,ટ્રેસેબિલિટી પોગ્રામ,બલ્ડ ડાયમંડ સામેની લડાઈ સહીતના ક્ષેત્રોમાં એક બીજાને મદદ કરવા પ્રતિબદ્ધ થશે . તેમણે ઉમેર્યુ કે વિશ્વના અગ્રણી હીરા વેપાર કેન્દ્ર તરીકે એન્ટવર્પનું સ્થાન ડીખમ રીતે જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરવાનો AWDCનો સંકલ્પ છે.AWDCમા હાલ 1600થી પણ વધુ સભ્ય કંપનીઓ જોડાયેલી છે.એ તમામ કંપનીઓના આર્થિક હિતોની રક્ષા કરવાની AWDCની પ્રાથમિકતા છે.

અલરોઝાના સીઈઓ સેર્ગેઈ ઈવાનવએ કહ્યુ કે હાલ બેલ્જિયમ અલરોઝાની રફનું સૌથી મોટું બજાર છે.ચાલુ કેલેન્ડર વર્ષ ના પ્રથમ નવ મહિનામાં અલરોઝા દ્વારા વેંચાણ થયેલા રફ હીરાના કુલ જથ્થા પૈકી ત્રીજા ભાગનો જથ્થો વાયા એન્ટવર્પ ના હીરા બજાર દ્વારા વેંચાયો છે.જેના પરથી રફ હીરાના કારોબારમાં એન્ટવર્પની અગત્યતાનો અંદાજ લગાવી શકાય છે.અલરોઝાની કુલ 60 સાઇટ હોલ્ડર્સ કંપનીઓ પૈકી 21 સાઈટ હોલ્ડર્સ કંપનીઓ યુરોપીયન દેશોની છે.