એપ્રિલથી પુર્વવત્ત રીતે દોડવા લાગશે શતાબ્દી અને રાજધાની સહિત તમામ ટ્રેનો

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું.આ દરમિયાન તમામ નિયમિત ટ્રેન સેવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ દરમિયાન ફક્ત કોવિડ સ્પેશ્યલ ટ્રેનો જ દોડી રહી હતી. ત્યારબાદ દીવાળીના તહેવારને લઈને અમુક ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે દેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે ત્યારે રેલવે દેશમાં 100 ટકા ટ્રેનોનું સંચાલન કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. હાલ દેશમાં 300થી વધારે ટ્રેનો પાટા પર દોડી રહી છે.કોરોના સ્પેશ્યલ ટ્રેનોમાં ભાડું વધારે હતું.હવે બધુ ફરીથી રાબેતા મુજબ થતાની સાથે જ મુસાફરોએ સ્પેશ્યલ ટ્રેનોની સરખામણીમાં ઓછું ભાડું ચૂકવવું પડશે.

કોરોનાની મહામારીમા લોકડાઈન પછી હવે જનજીવન ફરીથી રાબેતા મુજબ થતુ જાય છે.હવે ધીમે ધીમે તમામ ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.સિનેમા ઘરો – હોટલ રેસ્ટોરન્ટ અને સ્કુલો પછી આગામી એપ્રિલ મહીનાથી તમામ ટ્રેનો પાટા પર દોડવા લાગશે.રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલી એપ્રિલથી જનરલ, શતાબ્દી અને રાજધાની સહિત તમામ પેસેન્જર ટ્રેન પાટા પર દોડવા લાગશે.

આગામી વેકેશન અને હોળીના કારણે ટ્રેન સેવાની માંગમાં વધારો થશે.જેને ધ્યાનમા રાખીને રેલ્વે વિભાગ દ્વારા 100% ટ્રેનોનું સંચાલન કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.માત્ર વડાપ્રધાન કાર્યાલય તરફથી લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે,વર્તમાન સમયમા 65% જેટલી ટ્રેનોનું રેલ્વે વિભાગ સંચાલન કરી રહ્યું છે.સાથે જ લગભગ તમામ સબઅર્બન અને મેટ્રો ટ્રેનો ટ્રેક પર દોડી રહી છે.