DIAMOND TIMES -દેશમાં પેમેન્ટ બેંકની નવી વ્યવસ્થા ચાલુ કરાયા બાદ હવે રિઝર્વ બેન્ક તથા કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત ડીજીટલ બેંકની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.આ નવી બેંકીંગ વ્યસ્થામાં બેંકની કોઇ ફીઝીકલ બ્રાંચ ધરાવતી નહીં હોય,પરંતુ બેન્કીંગ સેવાઓ પૂર્ણ રીતે ઓનલાઈન મળી જશે.
નીતિ આયોગના જણાવ્યા મુજબ આ અંગેનો એક પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.જેમાં ડીજીટલ બેંકના લાયસન્સ તથા મોનીટરીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ડીઝીટલ બેંકમાં સામાન્ય બેંકની જેમ ડીપોઝીટની,ધિરાણ આપવા સહીત તમામ સેવાઓ ઉપલબ્ધ હશે.
આ ડીજીટલ બેન્કનો મુખ્ય ઉદેશ્ય કે જ્યા હાલ કોઇ બેંકીંગ વ્યવસ્થા નથી તેવા દૂર-દૂરના અંતરીયાળ વિસ્તારોમાં બેન્કીંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.સાથોસાથ બેંકીંગ સેવાઓ સસ્તી બને તે પણ જોવાનો છે.આ વ્યવસ્થા ઇન્ટરનેટ સિવાયના માધ્યમથી ચાલે તેવા સરકારના પ્રયાસ છે કે જેથી તેનું સંચાલન નેટ સુવિધા નહીં ધરાવતા વિસ્તારમાં પણ આસાનીથી થઇ શકે.આ માટે નવી આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવનાર છે.