હાઈકોર્ટના જજને 150 કોન્ડોમ્સ મોકલ્યા હોવાનો અમદાવાદની મહિલાનો દાવો, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ

287

ડાયમંડ ટાઈમ્સ

અમદાવાદની એક મહિલાએ મુંબઈ હાઈકોર્ટના એડિશનલ જજ પુષ્પા વી ગનેડીવાલાને 150 કોન્ડોમ્સ મોકલીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હોવાનો દાવો કર્યો છે.અખબારી અહેવાલ મુજબ ન્યાયમૂર્તિ પુષ્પા વી ગનેડીવાલા તાજેતરમાં જ યૌન શોષણ સાથે સંકળાયેલા બે કેસમાં વિવાદિત ચુકાદો આપવાને લઈ ચર્ચામાં આવ્યા છે.મહીલા જજ પુષ્પા વી ગનેડીવાલાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે 12 વર્ષની બાળકીના ટોપને ઉતાર્યા વગર તેના સ્તનને સ્પર્શ કરવો કે પછી બાળકીનો હાથ પકડીને પેન્ટની ચેન ખોલવી એ પોક્સો અંતર્ગત ગુનો બનતો નથી.મુંબઈ હાઈકોર્ટના એડિશનલ જજ પુષ્પા વી ગનેડીવાલાના આ વિવાદીત ચુકાદા બાદ સમગ્ર ભારતમાં તેમની જોરદાર આલોચના થઈ હતી.

મીડીયા અહેવાલ મુજબ મુંબઈ હાઈકોર્ટના એડિશનલ જજ પુષ્પા વી ગનેડીવાલાના ઉપરોક્ત વિવાદીત ચુકાદા બાદ અમદાવાદની દેવશ્રી ત્રિવેદી નામની મહિલાએ આ ચુકાદા સામે પોતાનો વિરોધ દર્શાવવા તેમના ઘર અને કાર્યાલયના સરનામે 150 કોન્ડોમ્સ મોકલ્યા હોવાનો દાવો કર્યો છે.દેવશ્રીનુ કહેવુ છે કે જસ્ટિસ પુષ્પા એવું માને છે કે જો ત્વચાને અડ્યા ન હોય તો તે યૌન શોષણ ન કહેવાય. મેં તેમને કોન્ડોમ મોકલીને કહ્યું છે કે આનો ઉપયોગ કરવાથી પણ ત્વચાનો સ્પર્શ નથી થતો તો એને શું કહેવાય?? દેવશ્રીએ જસ્ટિસ પુષ્પાને ચિઠ્ઠી લખીને તેમના ચુકાદા મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરી જસ્ટિસ ગનેડીવાલાને સસ્પેન્ડ કરવા માંગણી પણ કરી છે.

મહીલા વિરુધ્ધ કોર્ટની અવમાનનાનો બની શકે છે કેસ

મીડીયા અહેવાલ મુજબ  નાગપુર બેંચની રજિસ્ટ્રી ઓફિસે હજુ સુધી આવું કોઈ પેકેટ ન મળ્યું હોવાનું જણાવ્યું છે.નાગપુર બાર અસોશિએશનના વકીલ શ્રીરંગ ભંડારકરના કહેવા પ્રમાણે આ ઘટનામાં કોર્ટની અવમાન્યાનો કેસ બને છે.જેને ધ્યાનમા રાખીને આ મહિલા વિરૂદ્ધ કાનુની કાર્યવાહી થવી જોઈએ.