સોનાના આભૂષણોના પ્રચાર-પ્રસાર માટે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને જીજેઇપીસી વચ્ચે કરાર

365

DIAMOND TIMES – વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) વચ્ચે ભારતમાં સોનાના ઝવેરાતને પ્રોત્સાહન આપવાના કરાર પર હસ્તાક્ષર થયા છે.કરારની શરતો હેઠળ બંને ભાગીદારો સંયુક્ત રીતે મલ્ટિ-મીડિયા માર્કેટિંગ ઝુંબેશ ચલાવશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિટેલ ગોલ્ડ ઇનસાઇટ્સ ઇન્ડિયા જ્વેલરી અહેવાલમાં બહાર આવ્યું છે કે ભારતીય યુવતીઓ સોનાના આભૂષણની ખરીદીને લઈને ખૂબ જ સક્રિય છે.સર્વે પ્રમાણે 18 થી 24 વર્ષની 33 ટકા મહિલાઓએ સોનાના આભૂષણો ખરીદ્યાં હતાં. ભવિષ્યમાં તેમની ખરીદી હજુ પણ ઘણી વધી શકે છે.આ બાબત ખાસ કરીને શહેરી વિસ્તારો માટે વધુ સત્ય છે. ભારતમાં સોનાના આભૂષણોનું બજાર કારીગરી અને રચનાત્મકતાનું મિશ્ર આકર્ષણ છે. જેમાં સદીઓ જૂની કારીગરીની કુશળતા ખબર પડે છે. તેને કારણે સોનાને લઈને આકર્ષણ જળવાઈ રહ્યું છે.જોકે ગ્રાહકોની ખરીદીની આદત સતત બદલાતી રહે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારતના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમે કહ્યું કે ભારતીય ઝવેરાત બજાર હસ્તકલા અને સર્જનાત્મકતાનું એક આશ્ચર્યજનક મિશ્રણ છે.જે સદીઓથી જૂની ઉત્પાદન કુશળતાનું પ્રતીક છે.આ ક્ષમતાએ ગ્રાહકોના જુસ્સાને આકાર આપ્યો છે.સોનાના આભુષણોના ક્ષેત્રની વધતી તકોમાં અમે નિર્ણાયક કડી બનવા માટે જીજેઇપીસી સાથે મળીને કામ કરી રહ્યા છીએ.અમે સોના વિશેના વૈશ્વિક સંદેશને વિસ્તૃત કરે એ અભિયાન પર કામ કરીશું.વિશ્વના ઝવેરી તરીકે એક મજબૂત વૈશ્વિક પ્રભાવ ઉભો કરવા ભારતીય સુવર્ણ ઝવેરાત ઉદ્યોગને એકરૂપતા માટે કાર્ય કરવા પ્રેરણા આપવી જોઈએ.સંયુક્ત મિશન દ્વારા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જીજેપીઇસી સાથે સફળ ભાગીદારીની આશા રાખે છે.આ અભિયાન ભારતીય સુવર્ણ ઉદ્યોગને સમર્થન આપે છે.

એમ જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે બજારમાં સોનાના આભૂષણોની વૃધ્ધિને ગતિ આપવા અને ગ્રાહકોમાં સોનાના આભૂષણો પ્રત્યે આકર્ષણ વધારવા ઉદ્યોગ તરફથી કરવામાં આવનારા પ્રયાસો માટે એક સ્થાયી મોડલ વિકસિત કરવાનું અમારૂ લક્ષ્ય છે.સોનાના ઝવેરાતની વૃદ્ધિ માટે ઉદ્યોગની આગેવાનીવાળી સાથે ટકાઉ મોડેલ વિકસિત કરવું જોઇએ.જેમા સમકાલીન સ્ત્રીની સૌંદર્યલક્ષી સંવેદનાઓ સાથે સુમેળ સાધવા સર્જનાત્મક ઉકેલોની જરૂર છે.આ અભિયાન સોનાના મૂલ્યને મજબુત બનાવવાની સાથે આધુનિકતા અને સોનાની વૈવિધ્યતાને જીવંત બનાવશે.