રશિયાના ગ્રિબ માઇનિંગ વિસ્તારમાથી 72.94 કેરેટનો રફ હીરો મળી આવ્યો

703

DIAMOND TIMES- રશિયાના અરખંગેલ્સ્ક( Arkhangelsk)વિસ્તાર સ્થિત ગ્રિબ માઇનીંગ અને પ્રોસેસિંગ એરિયામાથી રશિયાની રફ કંપની એજીડી ડાયમંડસને 72.94 કેરેટનો જેમ ક્વોલિટીનો વધુ એક રફ હીરો મળી આવ્યો છે.ગત વર્ષ 2020માં ગ્રિબ માઇનીંગ એન્ડ પ્રોસેસીંગ ડિવિઝનમાથી એજીડી ડાયમંડસને 50 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય 7 યુનિક રફ હીરા મળી આવ્યા હતા.ગ્રિબ ડાયમંડ ફીલ્ડનો વિશ્વના સહુથી મોટા માઇનીંગ અને પ્રોસેસિંગ વિસ્તારમાં સમાવેશ થાય છે.