એજીડી ડાયમંડે એન્ટવર્પ રફ ઓકશનમાથી 45 મિલિયન ડોલર એકત્ર કર્યા.

16

DIAMOND TIMES – રશિયાના આર્ખાનગ્લેસ્ક ઓબ્લાસ્ટ નામના શહેરમાં મથક ધરાવતી રફ હીરાની કંપની એજીડી ડાયમંડે બેલ્જીયમનાં એન્ટવર્પ ખાતે આયોજીત કરેલા રફ ઓક્શનમાં 45 મિલિયન ડોલરની કીંમતની 5.5 લાખ કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ છે.આ રફ હીરાની સરેરાશ કીંમત પ્રતિ કેરેટ 82 અમેરીકી ડોલરની આસપાસ રહી હતી.

એજીડી ડાયમંડ્સના અહેવાલ મુજબ 0.75 કેરેટથી નાની સાઈઝના યલો કલરના રફ હીરાના ભાવમાં સરેરાશ 5 થી 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.જ્યારે 2 કેરેટ કે તેથી વધુ વજનના વ્હાઈટ કલરના રફ હીરાની કીંમતોમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.આ તમામ રફ હીરા આર્ખાનગ્લેસ્ક પ્રાંતની વ્લાદિમીર ગ્રિબ નામના ક્ષેત્રમાંથી મળી આવ્યા છે.

એજીડી ડાયમંડ્સ કંપનીની સ્થાપના ૧૯૩૧માં થઇ હતી.ત્યારથી આજસુધીમાં એજીડી ડાયમંડે ૪૦૦ થી વધુ ખનિજ થાપણો મુખ્યત્વે તેલ, ગેસ, હીરા, પીવા અને થેરાપી માટેનું પાણી, ધાતુ, સિમેન્ટ, લાંબા પથ્થરો અને ઇંટોના ઉત્પાદન માટે ધાતુઓ, કાચો માલ, તેમજ રસ્તાઓના નિર્માણ અને ઓઇલ ફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રેતી અને કાંકરીની સામગ્રી જેવી કિંમતી શોધ કરી છે.કંપની પર્યાવરણને નુકશાન પહોંચે નહીં તે માટે આધુનિક અને યોગ્ય ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરે છે.