રફ ની ખરીદી અંગે આ વિડીયોમાં સાંભળો હીરા ઉદ્યોગના હીતમાં નિલેશ બોડકીનું નિવેદ્દન

4393
FILE IMAGE

ડીમાન્ડ અને પુરવઠાની આદર્શ સ્થિતિ જાળવવા વર્ષે કરોડોની  કમાણી કરતી સુરતની એક મોટી કંપનીએ સચેત બની રફની ખરીદી અને ઉત્પાદન પર નિયંત્રણ મુકી દીધુ છે. સહુથી મહત્વની વાત તો એ છે કે સમગ્ર વર્ષ દરમિયાન રફની કિંમતોમાં 20 ટકાનો વધારો થયો છે. પરંતુ તેની તુલનાએ તૈયાર હીરામાં માત્ર 11 ટકાનો ભાવ વધારો થતા ભારે દબાણ હેઠળ આવેલી અનેક મોટી ભારતિય કંપનીઓ નાણાકીય મુશ્કેલીમાં હોવાના પણ મળી રહ્યા છે ચિંતાજનક અહેવાલ

DIAMOND TIMES – અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સએ તેની જુલાઈ મહીનાની સાઈટમાં રફ હીરાની કીંમત માં સરેરાશ 5 ટકાનો વધારો કર્યો હોવાના અહેવાલ છે.ઉલ્લેખનિય છે કે આ ભાવ વધારો મોટી સાઈઝના અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત રફ હીરામાં કરવામાં આવ્યો છે.

રફ હીરાના ભાવ વધારા અંગે પ્રતિભાવ આપતા જાણકારો કહે છે કે ડીબિયર્સની મધર કંપની એંગ્લો અમેરિકન કંપનીએ રફ હીરાના કારોબારને લઈને ખાસ નવી બિઝનેસ પોલિસિ બનાવી છે.જે મુજબ કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભયાનક મંદી પછી આવેલી પુન : રિકવરીનો આર્થિક ફાયદો ઉઠાવી કારોબાર સરભર કરવાની તેમની નીતી છે.એંગ્લો અમેરિકન કંપની હવે રફના ગ્રાહકોની પુનરુત્થાનની માંગ પર કમાણી કરવાના ખતરનાક ઇરાદો ધરાવે છે.

પોલિશ્ડ હીરાની મજબુત માંગના પગલે હીરાનું મેન્યુફેક્ચરીંગના હબ ગણાતા સુરતમાં રફ હીરાના પુરવઠાની તંગી ઉભી થઈ છે. ખાસ કરીને યુ.એસ. અને ચીનના મુખ્ય બજારોમાં તૈયાર હીરાનું મજબૂત વેચાણ નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે સુરતની કંપનીઓને તેમના કારખાનાઓ ચાલુ રાખવા જરૂરી રફનો પુરવઠો મેળવવા ભારે સ્પર્ધા અને સંઘર્ષ કરી રહ્યા છે.જેનો લાભ કહો કે ગેરલાભ ઉઠાવી ડીબિયર્સ અને રશિયાની કંપની અલરોઝા સહીતની દિગ્ગજ રફ કંપનીઓ એ રફ હીરાની કીંમતો વધારી છે. રફ કંપનીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી રફ હીરામાં કરાયેલા ભાવ વધારાથી સુરતની મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ભારે નારાજ છે.

અહેવાલ મુજબ સેકન્ડ્રી બજારમાં રફ હીરાની કેટલીક પસંદગીની ક્વોલિટી પર દશ ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. આ ગતિવિધીની વચ્ચે ચિંતાજનક બાબત તો એ છે કે રફ હીરાના ભાવ વધારાની તુલનાએ તૈયાર હીરાની કીંમતોમા વધારો થવા ની કોઇ જ ખાત્રી નથી.ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રફ હીરાની કિંમતોમાં આશરે 20 ટકાનો વધારો થયો છે.તો તેની સરખામણીએ તૈયાર હીરાની કીંમત માત્ર 11 ટકા જ વધી છે.