અભિનેત્રી ઝેન્ડાયાએ ધારણ કર્યા સ્પાઈડરની જાળની ડીઝાઈનના ઈયરરિંગ્સ

26

DIAMOND TIMES – સ્પાઈડરમેન : નો વે હોમ,ફિલ્મના ફોટોશુટમાં ફીલ્મની અભિનેત્રી ઝેન્ડાયા મારી સ્ટોર્મેર કોલમેનએ સ્પાઈડરના જાળા જેવી ડીઝાઇન ધરાવતા હીરા જડેલા ઈયરરિંગ્સ ધારણ કરી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. સેલિબ્રિટીને પસંદ પડેલા આ હીરા જડીત ઈયરરિંગ્સની જોડી જ્વેલરી કંપની જાકોબ એન્ડ કો. દ્વારા તૈયાર કરવામાં આવી છે.ઈયરરિંગ્સમાં બે મોટા સફેદ કલરના પર્લ અને સ્પાઈડર આકારનો 3.62 કેરેટનો ડાયમંડનો જડવામાં આવ્યો છે.

સ્પાઈડરમેન ફિલ્મ અગામી 16 ડિસેમ્બરે રીલીઝ થવાની છે.31 હજાર ડોલરની કીંમતના આ ઈયરરિંગ્સની જોડી ખાસ આ ફીલ્મને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવી છે.હાલ તો હીરા જડીત ઈયરરિંગ્સની યુનિક ડીઝાઇન ચર્ચાનો વિષય બની છે.