કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ એ 100 કેરેટ યેલો ડાયમંડ જડીત નેકલેસ ધારણ કર્યો

DIAMOND TIMES – દુનિયાભરની સુંદર અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જલવો પાથરી રહી છે.હોલીવુડની મશહુર અભિનેત્રી જુલિયા રોબર્ટસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેરેલો ડાયમંડ હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ચોપાર્ડના અહેવાલ અનુસાર ઓસ્કાર વિનર અભિનેત્રીએ પહેરેલા નેકલેસમાં 100 કેરેટનો ડાયમંડ સેન્ટરમાં જડવામાં આવ્યો છે.સાથે જ અન્ય કેટલાક કુશન કટ ફેન્સી હીરા પણ જડેલા હતા જેનું વજન 54.67 કેરેટ હતું.

આ નેકલેસ ચોપાર્ડના કો-પ્રેસિડેન્ટ કેરોલીન શેફલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.જેને 18 કેરેટના સફેદ અને પીળા સોનામાં સેટ કરવામાં આવ્યો છે.આ નેકલલેસ ટિફની દ્વારા 1961માં ઓડ્રે હેપબર્ન દ્વારા પ્રસ્તૃત કરવામાં આવ્યો હતો.ત્યારબાદ 2019માં તેને ઓસ્કારમાં લેડી ગાગા દ્વારા પણ પ્રસ્તૃત કરાયો હતો.આ નેકલેસની કિંમત આઠ આંકડામાં હોઇ શકે છે.

54 વર્ષીય રોબર્ટસે સુંદર રીતે આ સ્ટોનને સુવ્યવસ્થિત રીતે નેવી લુઇ વીટન જંપસુટ સાથે સ્ટાઇલ કર્યો હતો.યુરોપિયન ફિલ્મ સમારોહમાં એકમાત્ર રોબર્ટસ જ એવી અભિનેત્રી ન હતી જે રોકિંગ ગોબસ્ટોપર આકારના જેમ્સ પહેરીને આવી હતી.આ ઉપરાંત એની હેથવે એ પણ બુલગારીના 107.15 કેરેટ કુશન કટ નેકલેસ પહેરીને કાન્સમાં પદાર્પણ કર્યુ હતું.