ગરીબ બાળકોની ખુશી માટે લેબગ્રોન ઉદ્યોગની આ પ્રવૃત્તિથી તમે પણ બોલી ઉઠશો, વાહ !

675

DIAMOND TIMES – ગરીબ બાળકોના મોઢા પર ખુશી અને હાસ્ય લાવવા જ્વેલર્સ ફોર ચિલ્ડ્રન ચેરિટીની સહાય થી IGI લેબ્સ અને વર્ચ્યુઅલ ડાયમંડ બુટિક (VDB) ટેક કંપનીના સંયુક્ત ઉપક્રમે અનાથ, ગરીબ અને વંચિત બાળકોને આરોગ્ય સુવિધા,શિક્ષણ,ભોજન સહીતની આર્થિક મદદ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે કેટલાક મુલ્યવાન લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની પ્રથમ વખત ઓન લાઈન હરાજીનું આયોજન કર્યુ છે.આ ઓન લાઈન ઓકશનમાં 75,000 ડોલરથી વધુના મુલ્યના લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરા જડીત ઝવેરાતનું વેંચાણ કરવામાં આવશે.

લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરા જડીત ઝવેરાતની ખરીદી માટે ઓનલાઈન ઓકશનમાં ભાગ લેવા VDBની ડેડિકેટેડ એપ મારફત બોલી લગાવવાની સમય મર્યાદા લાસ વેગાસ જ્વેલરી માર્કેટ વીક દરમિયાન 29 ઓગસ્ટના JFC ફેસેટ્સ ઓફ હોપ ડિનર પછી બંધ થાય છે.

જ્વેલર્સ ફોર ચિલ્ડ્રન ચેરિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ રોચાએ જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ કોમ્યુનિટીએ બાળકોના લાભ માટે આ પ્રકારનો ઉમદા સહયોગ આપ્યો છે તે ખુબ સરાહનિય બાબત છે.તેમણે ઉમેર્યુ કે લાસ વેગાસ માં ભાગ નહી લઈ શકનાર ગ્રાહકો માટે એક મજબુત વિકલ્પ તરીકે લેબગ્રોન હીરા અને ઝવેરાતની ખરીદી માટેની ઇવેન્ટ ઓફર કરવા અમો સક્ષમ બન્યા તેનાથી અમે ખુબ જ રોમાંચિત છીએ.