હીરા ઉદ્યોગકારોની માંગણીનો સ્વીકાર : 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે BDB ખુલશે

7390

આખરે હીરા ઉદ્યોગકારોની માંગણી સ્વીકારી સરકારે સકારાત્મક નિર્ણય લેતા હીરા ઉદ્યોગને હાલ તો હાશકારો થયો છે.

DIAMOND TIMES – મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ગત તારીખ 5 એપ્રિલના રોજ મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સને અચોક્ક્સ મુદ્દત માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય વિરૂધ્ધ BDB ને પુન: ચાલુ કરવા હીરા કારોબારીઓએ ઈ-મેઈલ અભિયાન ચલાવી 20 ટકા સ્ટાફ સાથે ઓફીસો ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવે તેવી માંગણી કરી હતી.હીરા ઉદ્યોગકારોની ઉપરોક્ત માંગણીનો સરકારે સ્વીકાર કરી 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે BDB ખોલવાની પરમિશન આપી હોવાના અહેવાલ મળી રહ્યા છે.જ્યારે બાયર્સ,વિઝીટર્સ,દલાલભાઈઓ માટે હજુ પણ અંદર પ્રવેશવાની મનાઈ છે.

BDBને અચાનક જ બંધ કરવાનો આદેશ કરતા હીરા કારોબારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અનેક વેપારીઓએ આક્રોશ સાથે કહ્યુ હતુ કે અમોએ લીધેલા એક્સપોર્ટ ઓર્ડરો પુર્ણ કરવાની અમોને ભારે ચિંતા છે.ઉપરાંત મુંબઈ અને સુરતના હીરા બજારમાં ચિંતાનું વાતાવરણ ઉભુ થયુ હતુ. મોટાભાગના કારોબારીઓએ કહ્યુ કે ડાયમંડ બુર્સ બંધ થવાના પગલે તેની જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ પર ખુબ જ નકારાત્મક અસર પડી શકે તેમ હતી.સુરત અને મુંબઈમાં ધમધમતી હીરા અને ઝવેરાતની ફેકટરીઓ લાંબા સમય માટે બંધ રાખવાની પણ નોબત આવી જાય તો તેમા કાર્યરત લાખો કામદારો માટે રોજીરોટીનો એક મોટો પ્રશ્ન ઉભો થવાની પણ દહેશત હતી.પરંતુ આખરે હીરા ઉદ્યોગકારોની માંગણી સ્વીકારી સરકારે સકારાત્મક નિર્ણય લેતા હીરા ઉદ્યોગને હાલ તો હાશકારો થયો છે.