દેશમાં કુલ ૪.૧૨ લાખ કરોડપતિ : ગુજરાતમાં કેટલા ? જાણો

295

DIAMOND TIMES – ધનવાનોની યાદી તૈયાર કરવા માટે જાણીતા હુરુન ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ Hurun India Wealth Report – 2020 બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતને વિશ્વમાં સૌથી ઝડપી વેલ્થ ક્રિએટ કરતા દેશો પૈકી એકની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યુ છે.રિપોર્ટ મુજબ ભારતમાં ગત વર્ષે ૪.૧૨ લાખ મિલિયોનેર હતા.

જેની વાર્ષિક આવક ૧ મિલિયન (૧૦ લાખ) ડોલરથી વધુ હોય તેને ડોલર મિલિયોનેર હાઉસ હોલ્ડ્સ તરીકે ગણતરીમાં લેવામા આવે છે.એ મુજબ ગત વર્ષે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૬,૦૦૦ જેટલા ડોલર મિલિયોનેર હાઉસ હોલ્ડ્સ હતા. દેશના જીડીપીમાં સૌથી વધુ ૧૬ ટકા યોગદાન મહારાષ્ટ્રનું છે.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દેશના સૌથી ધનવાન ૨૪૭ લોકો રહે છે.

ઉત્તરપ્રદેશ આ મામલે બીજા ક્રમ પર છે. જયાં ૩૬,૦૦૦ મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે. તેની ઇકોનોમી છેલ્લાં એક દાયકામાં ૧૦.૬ ટકાના દરે વધી છે.તમિલનાડુ આ યાદીમાં ત્રીજા ક્રમ પર છે. જેમાં ૩૫,૦૦૦ જેટલા ડોલર મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે.પાછલા પાંચ વર્ષમાં તમિલનાડુનું અર્થતંત્ર વાર્ષિક ૧૨.૨ ટકાના દરે વધ્યું છે.તમિલનાડુમાં દેશના ૬૫ સૌથી ધનવાન વ્યકિત રહે છે.

કર્ણાટક આ યાદીમાં ચોથા ક્રમ પર છે.જેમાં ૩૩,૦૦૦ મિલિયોનેર હાઉસ હોલ્ડસ રહે છે.કર્ણાટક રાજય છેલ્લાં અનેક વર્ષોથી વાર્ષિક ૧૦ ટકા આસપાસના દરે વૃદ્વિ કરી રહયું છે અને તેની માથાદીઠ આવક છેલ્લાં બે દાયકામાં ૧૧ ગણી વધી છે. કર્ણાટકમાં દેશના ૧૨ સૌથી ધનવાન વ્યકિત રહે છે.આંધ્ર પ્રદેશમાં ૨૦,૦૦૦ મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે.મધ્યપ્રદેશ અને તેલંગણા બન્નેમાં પ્રત્યેકમાં ૧૮૦૦૦ મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે.

એક રીપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં ૫૬,૦૦૦ મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે અને દેશમાં વેલ્થ ક્રિેએશનના મામલે અગ્રેસર છે. બીજા ક્રમ પર ઉત્તર પ્રદેશ છે.ત્યાર પછીના ક્રમે અનુક્રમે તમિલનાડુ અને કર્ણાટક છે. ગુજરાત પાંચમા ક્રમ પર છે. દેશભરના ૪.૧૨ લાખ મિલિયોનેર હાઉસ હોલ્ડસના ૪૬ ટકા હાઉસ હોલ્ડસ આ પાંચ રાજયોમાં જ છે. ગુજરાત ડોલર મિલિયોનેરની હુરુનની યાદીમાં પાંચમાં ક્રમ પર છે.ગુજરાતમાં ૨૯,૦૦૦ ડોલર-મિલિયોનેર હાઉસ હોલ્ડસ છે. દેશના સૌથી ધનવાન એવા ૬૦ વ્યકિત ગુજરાતી છે.

મુંબઇમાં સૌથી વધુ ૧૬,૯૩૩ મિલિયોનેર રહે છે.

શહેરોની વાત કરીએ તો મુંબઇ આ મામલે ટોચના ક્રમે છે. દેશના જીડીપીમાં ૬.૨ ટકા યોગદાન આપતી માયાનગરીમા ૧૬,૯૩૩ મિલિયોનેર હાઉસ હોલ્ડસ રહે છે.બીજા ક્રમ પર દેશની રાજધાની દિલ્હી છે.જયાં ૧૫,૮૬૧ મિલિયોનેર હાઉસ હોલ્ડસ રહે છે. દિલ્હીનું દેશના જીડીપીમાં ૪.૯૪ ટકા યોગદાન છે.કોલકાતા ત્રીજા ક્રમ પર છે.બંગાળ રાજયના કુલ ૨૪,૦૦૦ મિલિયોનેર પૈકી ૪૭ ટકા હાઉસ હોલ્ડસ કોલકત્તામાં રહે છે.બેંગલુરુ ચોથા ક્રમ પર છે.જેમાં ૭૫૮૨ મિલિયોનેર હાઉસ હોલ્ડસ રહે છે. ચેન્નઇ પાંચમાં ક્રમ પર છે  જેમાં ૪૮૮૫ મિલિયોનેર હાઉસ હોલ્ડસ રહે છે. ઉલ્લેખનિય છે કે દેશના સૌથી ધનવાન ૩૭ લોકો ચેન્નઇમાં રહે છે.