પલ્સ ઓક્સિમીટર અંગે નવો ચોંકવનારો ખુલાસો,જાણીને તમે પણ પડી જશો હેરતમાં

162

ડાયમંડ ટાઈમ્સ

પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ શરીરમાં ઓક્સિજન લેવલની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે.કોરોના સામેની લડાઈમાં ઓક્સિમીટર ખુબ જ હાથવગુ અને મહત્વનું હથિયાર છે.કોરોનાના આગમનથી લઈને લોકડાઉનમાં મોટાભાગના લોકોએ ઘેર બેસીને જાતે જ ઓક્સિમીટરની મદદથી શરીરનાં ઓક્સિજન લેવલની તપાસણી કરી હતી.આ તપાસ દરમિયાન જે લોકોને ઓક્સિજન લેવલ ઓછુ આવ્યુ હતુ તેઓ તાત્કાલિક ડરના માર્યા કોરોનાની સારવાર માટે હોસ્પીટલ દોડી ગયા હતા.જ્યારે જે લોકોનુ ઓક્સિજન લેવલ 99 ની આસપાસ આવ્યુ હતુ તેઓ એ સુરક્ષિત હોવાનો સંતોષ માન્યો હતો.પરંતુ હવે આ પલ્સ ઓક્સિમીટર અંગે થયેલા નવા ચોંકાવનારા ખુલાસાથી ડોકટર્સ સહીત સહુ કોઇ ચોંકી ગયા છે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને ખુલાસો કર્યો છે કે પલ્સ ઓક્સિમીટર શ્યામવર્ણ ધરાવતા લોકોના શરીરમાં ઓક્સિજન લેવલ માપવામા કારગર નથી.ડાર્ક સ્કીનવાળા લોકોના ઓક્સિજન સ્તરને માપવામાં ઓક્સિમીટર ખોટા પરિણામ પણ દર્શાવી શકે છે. FDA એ કહ્યું કે લોહીમાં ઓક્સીજન માપવા માટે આ યંત્ર ઓક્સિમીટરની અનેક મર્યાદાઓ છે.વિવિધ પરિબળો ઓક્સિમીટર રિડિંગની સત્યતાને પ્રભાવિત કરી શકે છે.જેમાં સ્કીન પિગમેન્ટેશન , સ્કીન થિકનેસ ,સ્કીનનું તાપમાન ,તમાકુ સહીત અન્ય નશાકારક ચીજોનું સેવન તેમજ નેઈલ પોલિશ જેવા પરિબળો સામેલ છે.FDA એ લોકોને અપીલ કરતા કહ્યુ કે કોરોના પીડિત દર્દીઓએ માત્ર પલ્સ ઓક્સિમીટરનાં ભરોસે બેસી રહેવાના બદલે અન્ય સંકેતો અને લક્ષણો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.