મોંઘવારીનો માર : રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો

138

ડાયમંડ ટાઈમ્સ

ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાને બદલે સતત વધી રહી છે.DPA ખાતરમાં રૂપિયા 300નો વધારો થયો છે.પહેલી માર્ચથી ખેડૂતોએ રૂપિયા 1200ને બદલે 1500 ચુકવવાના રહેશે.NPK ખાતરમાં ખેડૂતોને રૂપિયા 225 વધુ ચુકવવાના રહેશે.NPK ખાતરનો ભાવ 1175 હતો જે વધીને હવે 1400 રૂપિયા થયો છે.જ્યારે ASP ખાતરના ભાવમાં 175 રૂપિયાનો વધારો થતા હવે ASP ખાતરના 1150 રૂપિયા ચુકવવાના રહેશે.ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા ધરતીપુત્રોમાં રોષની લાગણી વ્યાપી છે.