આજે સોનાના ભાવમાં ધરખમ ઘટાડો,ગોલ્ડ ખરીદવાનો ગોલ્ડન ચાન્સ

798

ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 43800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રડ કરી રહ્યું છે એટલે કે લગભગ 12400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

DIAMOND TIMES – મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં આજે સોનાનો ભાવ 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યો છે. MCX પર ગોલ્ડનો લેટેસ્ટ ભાવ 43,850 રૂપિયા છે જે ગઈ કાલ કરતા પ્રતિ 10 ગ્રામે 792 રૂપિયા ઓછો છે.કોમોડિટી એક્સપર્ટના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં ઘટાડો અમેરિકી બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિના કારણે થયો છે.

ગતરોજ સોમવારે સોનાનો MCX વાયદો 44,000ની નીચે ગયો હતો. આ દરમિયાન સોનાએ 43320 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઈન્ટ્રા ડેને પણ સ્પર્શી ગયો. જો કે આજે MCX પર સોનાના એપ્રિલ વાયદામાં 250 રૂપિયાની હળવી મજબૂતી જોવા મળી રહી છે. જો કે ભાવ હજુ પણ 44,000 રૂપિયાની નીચે જોવા મળી રહ્યા છે.

ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે સરખામણી કરીએ તો સોનું 25 ટકા સુધી તૂટી ચૂક્યું છે. સોનું MCX પર 43800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રડ કરી રહ્યું છે એટલે કે લગભગ 12400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ચાંદી પણ ખરીદીની તક છે.સોમવારે ચાંદીમાં 646 રૂપિયા પ્રતિ કિલોની નબળાઈ આવી હતી. જે આજે પણ ચાલુ છે. MCX પર ચાંદીનો મે વાયદો આજે 300 રૂપિયાની નબળાઈ સાથે 63880 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.ગત અઠવાડિયે સોમવારે ચાંદી 66331 રૂપિયા પ્રતિ કિલો પર હતી.અઠવાડિયામાં ચાંદી 2200 રૂપિયા તૂટી ચૂકી છે.