પ્રતિવર્ષ દાણચોરીથી 4500 કરોડ રૂપિયાના રફ હીરા બજારમાં ઠલવાતા હોવાનો સનસનીખેજ આરોપ

DIAMOND TIMES : તમે અનુમાન પણ નહી કરી શકો એટલી માત્રામાં દાણચોરીના રફ હીરા લીગલ માર્કેટમાં પ્રવેશી રહ્યાં હોવાનો એક મીડીયા અહેવાલમાં સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. મીડીયા અહેવાલમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે પ્રતિવર્ષ રૂ. 4,500 કરોડથી પણ વધુની કિંમતના રફ હીરા કાયદેસરની બજારમાં ઘુસી રહ્યાં છે. અહેવાલમાં જણાવ્યા મુજબ આ આંકડો તો માત્ર હીમશીલાની ટોચ સમાન છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC),ઝિમ્બાબ્વે અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR) માં રફ હીરાની દાણચોરી પ્રચલિત છે. આ તમામ દેશોને કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ (KPCS) માં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરિણામે નાના વેપારીઓ અને ખાણિયાઓ સરહદો પર કરીને ડોલર માટે માફિયાઓને દાણચોરી દ્વારા રફ હીરા પહોંચાડે છે.

મીડીયા અહેવાલમાં એવો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે પ્રતિબંધિત દેશોમાંથી મોટા ભાગે નીચા ગ્રેડ અને મૂલ્યના રફ હીરાની દાણચોરી કરવામાં આવે છે. દાણચોરીના આ રફ હીરા ખાસ કરીને નાના હીરાના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચાલતા કારખાનાઓમાં તૈયાર કરવામાં આવે છે. જો કે ડાયમંડ ટાઈમ્સ આ અહેવાલને રદીયો આપે છે.

રશિયા-યુક્રેન કટોકટીના પગલે અગ્રણી રફ ઉત્પાદક કંપની ડિબિયર્સે રફ હીરાની કિંમતોમાં વધારો કર્યો

KPCSના અહેવાલ મુજબ 2021-22માં વૈશ્વિક હીરાનું ઉત્પાદન $14 બિલિયન મૂલ્યના 120 મિલિયન કેરેટ થવાની ધારણા છે. ડી બીયર્સ અને રશિયન હીરા ખાણકામ કંપની અલરોસા વૈશ્વિક હીરાના પુરવઠામાં લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે. જો કે, અન્ય ચાર હીરાની ખાણકામ કરતી કંપનીઓ- રિયો ટિન્ટો, કેટોકા, પેટ્રા અને જેમ ડાયમંડ્સનો પણ રફ હીરાના ઉત્પાદનમાં ખુબ મોટો હિસ્સો છે. નોંધનિય છે કે 2020માં કોરોના મહામારીના વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો 2021માં હીરાનું ઉત્પાદન $9 બિલિયનથી વધીને $14 બિલિયન થઈ ગયું છે.