બીમારીથી દિવ્યાંગ બનેલા રત્નકલાકારને યુએસમાં વસતા સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓએ આર્થિક સહાય આપી

137

DIAMOND TIMES : બીમારીને કારણે પગ કપાવવા પડતા મુશ્કેલીમાં આવી પડેલ રત્નકલાકારને દાતાશ્રીઓના સહયોગથી રૂપિયા 1,70,000 ની આર્થિક સહાય કરવામાં આવી છે.

મૂળ સૌરાષ્ટ્રના બાબાપુર વાકિયાના વતની અને વેલેંજામા રહેતા રાજેશભાઈ પરશોત્તમભાઈ વઘાસીયા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ શરીરમાં કોઈ બીમારી આવતા તેમનો એક પગ કપાવવો પડ્યો છે. છેલ્લા એક વર્ષથી જુદી જુદી સારવારનો ખર્ચ કર્યા પછી પણ પગ કપાવવો પડતા રાજેશભાઈ વઘાસીયા મુશ્કેલીમાં આવી જતા અમેરીકા સ્થિત પ્રવીણભાઈ પાનસુરીયાના પ્રયાસથી અમેરીકામા વસતા સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓ મથુરભાઈ રણોલિયા, ઘનશ્યામભાઈ અકબરી, રમેશભાઈ માંડલિયા, ગોરધનભાઈ નસીત, મહેન્દ્રભાઈ અકબરી તથા તુષારભાઈ વાડદોરિયાએ સાથે મળી અપંગ થયેલા રાજેશભાઈ વઘાસીયાને 1,70,000ની આર્થિક સહાય કરી છે.

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટ ખાતે પ્રવીણભાઈ પાનસુરીયાની ઉપસ્થિતમાં આ ચેક લાભાર્થીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, મંત્રી અરવિંદભાઈ ધડુક, લોક સમર્પણ બલ્ડ બેંકના પ્રમુખ હરિભાઈ કથીરીયા તથા વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા,કાંતિભાઈ ભંડેરી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.