આ બેંકની તિજોરીમાં જમા થયો સોનાનો વિક્રમજનક જંગી જથ્થો

DIAMOND TIMES –લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના અહેવાલ મુજબ ઓગસ્ટ 2021માં લંડનની બેંક ઓફ ઈંગ્લેન્ડની તિજોરીમાં રાખવામાં આવેલા સોનાનો જથ્થો વધીને 9718 ટન થયો છે. આ જથ્થામાં સમાવિષ્ટ કુલ 777,460 ગોલ્ડ બારની બજાર વેલ્યુ 567 અબજ ડોલર અંદાજવામાં આવી રહી છે.આ ઉપરાંત બેંકની તિજોરીમાં 36,567 ટન ચાંદી પણ છે.જેની બજાર કીંમત 1,218,908 ચાંદીના બાર જેટલી એટલે કે લગભગ 28.3 અબજ ડોલર અંદાજવામાં આવી છે.લંડન બુલિયન માર્કેટ એસોસિયેશને ઉમેર્યુ કે આ આંકડાઓ લંડનની બુલિયન માર્કેટની ક્ષમતા વિશે મહત્વની સમજ આપે છે.

સોના અને ચાંદીનો ઉપરોક્ત વિક્રમજનક જથ્થો વોલ્ટિંગ સેવાઓ ઓફર કરતી અને લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનની સભ્ય કુલ છ કસ્ટોડિયનોના હોલ્ડિંગને રજૂ કરે છે.જેમા ત્રણ સિક્યોરિટી કેરિયર્સ બ્રિન્ક્સ,માલ્કા-અમિત અને લૂમિસ ઇન્ટરનેશનલ લિમિટેડનો સમાવેશ થાય છે.જ્યારે અન્ય ત્રણ ક્લિયરિંગ બેન્કોમાં HSBC, ICBC સ્ટાન્ડર્ડ બેન્ક અને JP મોર્ગનનો સમાવેશ થાય છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનની સભ્ય નથી.આમ છતા ઉપરોક્ત કેન્દ્રીય બેંકો અને અમુક વ્યાપારી કંપનીઓને સોનાની કસ્ટોડિયલ સેવાઓ પ્રદાન કરે છે.તેમજ લંડનની બુલિયન બજારની પ્રવાહિતામાં સેન્ટ્રલ બેંકની સુવિધા આપે છે.