એક પેપરવેઈટના કારણે ડીબિયર્સની મોટી બદનામી થવાની સંભાવના

998
ડીબિયર્સના સ્થાપક સેસિલ રોડ્સે જર્મનીને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ ધકેલ્યુ હોવાના ગાર્ડીયનના અહેવાલ થી ખળભળાટ,ભુતપુર્વ જર્મન નેતા કૈસર વિલ્હેમના નેધરલેન્ડ સ્થિત ઘરમાથી મળી આવેલા પેપર વેઇટે સર્જી મોટી મોકાણ, આ પેપર વેઈટ આગામી મહીને નેધરલેન્ડ સ્થિત હુઇસ ડૂર્ન મ્યુઝિયમમાં પ્રદર્શિત થવાનું છે.

DIAMOND TIMES – ઘણી વખત કોઇ વ્યકતિ સફળતાની ટોચે પહોંચ્યો હોય બરાબર ત્યારે જ તેના ખરડાયેલા ભુતકાળના કારણે તેમને ઘણું ગુમાવવાનો વારો આવતો હોય છે . ભારત સહીત વિશ્વના અનેક રાજકીય મહાનુભાવોએ પણ ખરડાયેલા ભુતકાળના કારણે ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધાના અનેક ઉદાહરણો મળી આવે છે.હવે રફ હીરાની અગ્રણી કંપની બ્રિટનના ગાર્ડીયન અખબારમાં છપાયેલા અહેવાલના કારણે બદનામ થાય તેવી સંભાવનાઓ ઉભી થઈ છે.

ડીબિયર્સના સ્થાપક સેસિલ રોડ્સે જર્મન નેતા કૈસર વિલ્હેમને જર્મનીને બ્રિટન સાથે  યુદ્ધ તરફ ધકેલ્યુ હોવાના ગાર્ડીયન અખબારના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.ગાર્ડીયનના અહેવાલ મુજબ જર્મની અને બિર્ટન વચ્ચે શરૂ થયેલા આ જંગના તણખાએ જોતજોતામાં આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તે પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમ્યુ હતુ.પ્રથમ વિશ્વ યુધ્ધના લોહીયાળ સંઘર્ષમાં અંદાજે 40 મિલિયન નિર્દોષ લોકોના મોત થયા હોવા નો પણ દાવો કરવામાં આવ્યો છે.આ યુધ્ધમાં જર્મનીનો પરાજય થતા જર્મન નેતા કૈસર વિલ્હેમ દેશ છોડીને નેધરલેન્ડમાં વસી ગયા હતા.

બ્રિટનના ગાર્ડિયન અખબાર દ્વારા તાજેતરમાં પ્રકાશિત અહેવાલ મુજબ ગત એપ્રિલ મહીનામાં જર્મની નેતા વિલ્હેમના ખજાનામાથી મળી આવેલા પેપરવેઇટ અને ડીબિયર્સના સ્થાપક સેસિલ રોડ્સની કબરમાંથી મળી આવેલા ગ્રેનાઈટના બે ટુકડાઓ  મેચ થતા આ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે મજબુત રાજદ્વારી સંબંધો અને મિત્રતા હોવાના પાકા પુરાવા પ્રાપ્ત થયા છે.

બ્રિટિશ કેપ કોલોની (હાલનું દક્ષિણ આફ્રિકા)ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ડીબિયર્સના સ્થાપક સેસિલ રોડ્સે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા.તેમણે 1899માં વિશ્વના અનેક દેશોને યુધ્ધમાં જીતી લેવાના મહત્વાકાંક્ષી વિચારો જર્મન લીડર કૈસર વિલ્હેમને દીમાગમાં રોપી તેમને યુધ્ધ માટે તૈયાર કર્યા હતા.પરંતુ તેમની ધારણાથી વિપરીત યુધ્ધમાં પરાજય બાદ કૈસર વિલ્હેમ નેધરલેન્ડમાં આવીને વસી ગયા હતા.

નેધરલેન્ડ સ્થિત હુઇસ ડૂર્ન મ્યુઝિયમના સંરક્ષક કોર્નેલિસ વેન ડેર બાસએ દાવો કરતા કહ્યુ કે ગત એપ્રિલ મહીનામાં નેધર લેન્ડ સ્થિત કૈસર વિલ્હેમના ઘરમાથી મળી આવેલા પેપરવેઇટ પરથી મને પાકી ખાતરી છે કે વિશ્વને પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જવા અને તેના કારણે થયેલા નરસંહાર માટે ડીબિયર્સની ચાવીરૂપ ભૂમિકા હતી.