DIAMOND TIMES – અગ્રણી ઓક્શન હાઉસ સોથેબીના હોંગકોંગ ઓક્શનમાં 3.06 કેરેટ અને 2.61 કેરેટ બ્લુ ડાયમંડ જડીત એરિંગ્સની જોડી 7.4 મિલિયન ડોલરની કીંમતે વેંચાણી છે.બ્રિલિયન્ટ કટ અને VS2 ક્લિયારીટી ધરાવતા આ ફેન્સી વિવિડ બ્લુ કલરના હીરાને GIA દ્વારા પ્રમાણિત કરાયા છે.
અન્ય આભુષણમાં 3.32 કેરેટના બ્લુ ડાયમંડ જડીત વીંટીની પણ મોટી કિંમત મળી હતી.ફેન્સી વિવિડ બ્લુ એમરાલ્ડ કટ ફ્લ્યુલેસ આ હીરાને પણ GIA દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.ઉપરાંત કાર્ટિયરના રૂબી અને ડાયમંડ જડીત નેકલેસ અને બ્રેસલેટને પણ હરાજીમાં મુકવામાં આવ્યા હતા.જેની પણ ઉંચી પ્રાઈઝ મળી હતી.ઓ ઓક્શનમાં મુકવામાં આવેલા આભુષણો પૈકી 87 ટકાના વેંચાણ થકી કુલ 64.2 મિલિયન ડોલર એકત્ર થયા હતા.