ચોક્સી પ્રકરણમાં નવો ધડાકો, મેહુલ ચોક્સીએ જાતે જ ઘડી હતી અપહરણની સ્ટોરી

627

એજન્ટ મારફતે ક્યુબા ભાગી જવાની ફિરાકમાં હતો મેહુલ ચોકસી, 10 લોકોએ અપહરણ કરીને માર માર્યો હોવનું પોલીસને આપેલું કથન પણ ખોટૂ

DIAMOND TIMES – ભારતીય ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે પંજાબ નેશનલ બેન્કને 14 હજાર કરોડનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયેલો મેહુલ ચોકસી સમજી ગયો હતો કે એન્ટીગુઆ અને બરબુડામાં તે રોકાશે તો ભારતને તેની સોંપણી કરી દેવામાં આવશે.જેથી તે પોતાના એજન્ટની મદદથી ક્યુબા ભાગી જવાની ફિરાકમાં હતો.વળી તેણે પોતાના જ અપહરણની ખોટી સ્ટોરી ઉભી કરી દીધી હતી.તે જાણતો હતો કે જો તપાસ થશે તો અપહરણના આધારે કાનૂની લડાઈમાં ફાયદો થશે.મીડિયામાં મેહુલની એ એજન્ટ સાથેની તસવીર પણ સામે આવી છે.એન્ટીગુઆની નાગરીકતાને લઈને મુશ્કેલીમાં મુકાયેલા મેહુલને આભાસ થઈ ગયો હતો કે વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉન તેની સોંપણી ભારતને કરી દેશે.

જેથી તેણે પોતાને બચાવવા ક્યુબા ભાગી જવાની તૈયારી કરી લીધી હતી.ચોકસીના એન્ટીગુઆના એક મિત્ર ગોવિને તેની આ ગેઇમનો પર્દાફાશ કર્યો છે.એન્ટીગુઆ પોલીસ ચોકસીને મદદ કરનારા એજન્ટની શોધખોળ શરૂ કરી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ ચોકસી પાસે એન્ટીગુઆ ઉપરાંત અન્ય એક કેરેબિયન દેશની પણ નાગરિકતા હતી. મેહુલ ચોકસીએ પોતાની એન્ટીગુઆના પોલીસ કમિશનરને પણ ખોટી સ્ટોરી કહી હતી.મેહુલ ચોકસીએ પોલીસ કમિશનર સમક્ષ કેફીયત રજુ કરતાં કહ્યુ હતુ કે તે પોતાની મિત્ર બારબરાને મળવા જઈ રહ્યો હતોએ દરમિયાન આઠથી દસ લોકોએ તેનુ અપહરણ કરીને એક જહાજમાં બેસાડીને ડોમિનિકા લઈ ગયા હતા.મેહુલે પોતાની સ્ત્રીમિત્ર ઉપર પણ અપહરણમાં સામેલ હોવાનો આરોપ લગાવતાં કહ્યું કે જ્યારે તેને મારવામાં આવી રહ્યો હતો ત્યારે બારબરાએ પણ તેને બચાવવાની કોશિશ કરી નહોતી.જેથી એવું લાગી રહ્યું છે કે અપહરણના કાવતરામાં બારબારા પણ સામેલ હતી.

ઉલ્લેખનિય છે કે બારબરા તેની સારી મિત્ર છે.બન્ને છેલ્લા એક વર્ષથી એકબીજાને દરરોજ મળતા હતા.તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મેહુલના અપહરણની સ્ટોરી ખોટી છે . મેહુલની નાગરિકાને લઈને તપાસ કરી રહેલી એન્ટીગુઆ સરકારનો દાવો છે કે મીડિયામાં જે પણ કહાની આવી રહી છે તે મેહુલના પરિવાર દ્વારા ઈરાદા પૂર્વક ઘડવામાં આવી રહી છે.જેથી મેહુલને તમામ કાનૂની કાર્યવાહીથી બચાવી શકાય.તેમજ ભારતને સોંપણી નહીં કરવામાં પણ તેને મદદ મળી શકે છે.

મેહુલ ચોકસીને પરત લાવવા માટે ભારત સરકાર વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેને મેદાને ઉતારવા જઈ રહી છે.મહારાણી એલિઝાબેનના કાનૂની સલાહકાર હરીશ સાલ્વે ડોમિનિકાની હાઈકોર્ટમાં ભારતનો પક્ષ પણ મુકી શકે છે.ડોમિનિકામાં ચોકસીના ગેરકાયદે પ્રવેશ મામલાની સુનાવણી ત્યાંની જ કોર્ટમાં ચાલી રહી છે.મીડીયા અહેવાલ મુજબ હરીશ સાલ્વેએ કહ્યું કે મેહુલ ચોકસી કેસમાં શું પગલાં ભરવા તેને લઈને હું ભારત સરકારને સલાહ આપી રહ્યો છું.જો કે તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે ડોમિનિકાની કોર્ટમાં ભારત સરકાર કોઈ પક્ષ નથી પરંતુ ભારત માત્ર ડોમિનિકા સરકારની મદદ કરી રહ્યું છે.જો ભારતને સુનાવણીની તક આપવામાં આવે છે અને ત્યાંના એટર્ની જનરલ તેની કોર્ટમાં મારા પ્રવેશ માટે સહમત થાય છે તો હું ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.