DIAMOND TIMES – બહુ મુલ્ય ચીજ પીળી ધાતુ સોનાનું વિશ્વના દરેક લોકોને આકર્ષણ હોય છે.વિશ્વના દેશોની આર્થિક ક્ષમતા સોનાના ભંડારો પર નિર્ધારીત થતી હોય છે.આવા સંજોગોમાં સોનાનો પહાડ હોય એ વાત વાત માત્ર કલ્પનાજ લાગે.પરંતુ દક્ષિણ આફ્રીકાના દેશ કોંગોમાં સોનાનો પહાડ મળી આવ્યાની ઘટના સામે આવી છે. કોંગોમાં હજારો લોકો સોનુ ખોદવા પહાડ તરફ ઉમટી પડ્યા છે.જેના કારણે ગામમાં વસતા લોકોનું સંકટ વધી ગયુ છે.વધતી જતી જનસંખ્યા રોકવા સરકારે સેનાની તૈનાની કરવી પડી છે.આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડિયામાં ખૂબ વાયરલ થયો છે.ઉલ્લેખનિય છે કે કોંગોની ધરતીમાં હીરા સહીત અન્ય કીંમતિ ધાતુના ભંડારો છે.
કોંગોના મંત્રી વનંત બુરૂમે જણાવ્યું હતું કે લુહીહી ગામમાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં સોનાથી ભરપુર પહાડની ખોજ થઈ હતી. ત્યારબાદ ત્યાં ખોદાણ કરવાવાળાની ફોજ જમા થઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે પુરા કોંગોમાં પાવડા વગેરેથી આજીવિકા માટે ખોદકામ કરવુ સામાન્ય બાબત છે.આ કામગીરીને ત્યાની સરકારે કુટીર ઉદ્યોગમાં સામેલ કરી છે.પરંતુ સોનાના કહેવાતા પહાડ પર લોકો ખોદાણ માટે ઉમટી પડતા કોંગોની સેના,વેપારીઓને ઘટનાસ્થળે મોકલવા પડયા છે.હાલ પહાડ પર ખનન રોકી દેવાયું છે.
કોંગોમાં અધિકૃત રીતે સોનાના ઉત્પાદનને ખૂબ જ ઓછુ કરીને દર્શાવાય છે.સંયુકત રાષ્ટ્રનાં અહેવાલ મુજબ કોંગોમાથી ખોદી કાઢવામાં આવેલા ટનબંધ સોનાની દાણ્ચોરી કરીને પૂર્વ આવેલા પાડોશી દેશોનાં રસ્તે વિશ્વના અનેક દેશોમાં સપ્લાય થકી બજારમાં મોકલવામાં આવે છે.આ કારણે કોંગોની સરકારને કોઈ ખાસ ફાયદો નથી થતો.સરકાર તેના પર લગામ લગાવવા માગે છે.