વડોદરા નજીક આવેલા પાદરાના ગણપતપુરા ગામ પાસે મહાવૃક્ષ રૂખડો નામનુ 950 વર્ષ જુનુ એક ઝાડ છે.જે ઘેલા ઝાડ તરીકે પણ ઓળખાય છે.જેની કિંમત રૂપિયા 10 કરોડ અંદાજવામા આવી છે.આ મહાવૃક્ષ રૂખડો અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જેને નિહાળવા રોજ દેશ-વિદેશના અનેક લોકો આવી રહ્યા છે.લોક વાયકા છે કે ગુરૂ ગોરખનાથે આ વૃક્ષ નીચે બેસીને કઠોર તપસ્યા કરી હતી.જેથી તે ગોરખ આબલો તરીકે પણ પ્રખ્યાત છે.આ વિશાળ વૃક્ષનુ વન વિભાગની સાથે લોકો પખુબ જ જતન કરતા હોય છે.આ વૃક્ષના મૂળિયા 200 મીટર ઊંડા અને 300 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે. આ ઉપરાંત વિદેશીઓ પણ આ ઝાડની મુલાકતે આવતા હોય છે.
તાજેતરમા જ નામદાર સુપ્રિમ કોર્ટ 950 વર્ષ જુના આ વૃક્ષની કિંમત પ્રતિવર્ષ રૂપિયા 74500 નિર્ધારીત કરી છે.વળી આ ઘેલા ઝાડનું આયુષ્ય બે હજાર વર્ષ હોય છે.જે પ્રમાણે હિસાબ કરતા આ વિશાળ વૃક્ષની કિંમત કરોડો રૂપિયા થાય છે.આ વૃક્ષ રૂખડો તરીકે પણ ઓળખાય છે. જે આ ઝાડ મૂળ આફ્રિકા અને માડાગાસ્કરનું છે.જેને આરબ વેપારીઓ દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હતું.આ ઝાડને કલ્પવૃક્ષ અને બાઓબાબના નામથી પણ ઓળખવામાં આવે છે.