આ વિડીયો જોઇએ ખ્યાલ આવી જશે કે દરેક અમેરીકનોનાં જીવનમાં હીરાનું કેટલું મહત્વ છે ???

1976

જ્યારે હેલિકોપ્ટરમાંથી ઉતરીને મંગેતરે ઘુંટણિયે પડીને હીરાજડીત પાંચ રીંગ્સ ભેટ આપીને પ્રિયતમાને કર્યુ પ્રપોઝ ત્યારે જોવા મળ્યા લાગણીસભર ભાવુક દ્રશ્યો…

DIAMOND TIMES -અમેરીકાના જ્યોર્જીયામા રહેતા વિલિયમ હન નામના પ્રેમીએ હેલિકોપ્ટરમાં આવીને મિત્રો અને સ્નેહીજનોની ઉપસ્થિતિ વચ્ચે ઘુંટણિયે પડીને તેની પ્રિયતમાં બિર્ટની મિલરને ડાયમંડ જડીત પાંચ સગાઈની રિંગ્સ ભેટ આપીને પ્રપોઝ કર્યાના વિડીયોએ અમેરીકામાં ભારે ધુમ મચાવી છે.અત્યાર સુધીમા આ વિડીયો લાખો લોકો નિહાળી ચુક્યા છે અને તેની ભારોભાર પ્રસંશા પણ કરી ચુક્યા છે.આ ઉપરાંત બિર્ટની મિલર અને વિલિયમના જીવનની આ મધુર અને અવિસ્મરણિય ક્ષણની ઘટનાને અમેરીકાની રાષ્ટ્રીય ચેનલે પણ કવરેજ આપીને તેની મહત્તા વધારી દીધી છે.

જીવનની આ મધુરક્ષણ બાબતે બિર્ટની મિલર કહે છે કે હું અને મારો મંગેતર વિલિયમ હન આજથી આઠ વર્ષ અગાઉ અમેરીકાના જ્યોર્જીયાના એટલાન્ટા પ્રાંતમા આવેલી એક કોલેજમાં સહઅધ્યાયી હતા.આઠ વર્ષનો સમયગાળો વીતી ગયા બાદ અચાનક જ ગત જુલાઇ-2020માં ઇન્સ્ટાગ્રામ પર હુ અને વિલિયમ ફરીથી મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચેનો રોમાંસ આગળ વધ્યો હતો.દરમિયાન આ એપ્રિલ મહીનામાં વિલિયમ હન તરફથી મને સપરિવાર એક દીવસની પાર્ટી માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.આ આમંત્રણ આપતા સમયે વિલિયમે મને સારા ફોટોગ્રાફ આવે તે માટે સુંદર વસ્ત્રો પરિધાન કરવાની તાકીદ કરી હતી.

હું અને મારા મિત્રો વિલિયમના આમંત્રણને માન આપીને તેણે બતાવેલી જગ્યા પર ગયા હતા.પરંતુ ત્યાં વિલિયમ હાજર ન હતો. અમો વિલિયમની રાહ જોતા હતા કે અચાનક જ વિલિયમ એક હેલિકોપ્ટર લઈને આવી પહોચ્યો હતો.હેલિકોપ્ટરમાંથી ઉતરતાની સાથે જ મિત્રોની હાજરી વચ્ચે વિલિયમે ઘુંટણિયે પડીને ડાયમંડ જડીત પાંચ સગાઈની રિંગ્સની મને ભેટ આપીને પ્રપોઝ કર્યુ હતુ.આ ક્ષણ મારા માટે ખુબ અવિસ્મરણીય અને ભાવુક ક્ષણ હતી એમ બિર્ટની મિલરે કહ્યુ હતુ.

વિશ્વના અનેક પ્રેમીઓ તેમની સગાઈ કે લગ્ન પ્રસંગની મધુર ક્ષણને યાદગાર બનાવવા અનેક પ્રકારના રસ્તાઓ અપનાવતા હોય છે. હજારો ફીટ ઉંચા આકાશમાં, અફાટ સમુદ્રમાં, ગાઢ જંગલમાં કે ઉંચા પર્વત પર અનોખા લગ્ન સમારોહના સમાચાર આપણે અનેક વખત વાંચતા કે સાંભળતા હોઇએ છીએ. પરંતુ જ્યારે અમેરીકામાં લગ્ન સમારોહની વાત આવે ત્યારે હીરા કે હીરા જડીત રીંગ્સ વિના લગ્ન કે સગાઈ પ્રસંગ અધુરો ગણાય છે.આ બાબતને સમર્થન આપતા એક સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.આ સમાચાર પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે અમેરીકનોના જીવનમા હીરાનું ખુબ જ મહત્વ છે.અમેરીકામાં હીરા વગર બે યુવા હૈયાઓનું મિલન અશક્ય છે એમ કહેવુ જરા પણ અયોગ્ય નથી.