આરોગ્ય ક્ષેત્રે આશાના કિરણ સમાન કિરણ હોસ્પિટલ

किरण चाहे सूर्य की हो या आशा की
जब भी निकलती है सभी अंधकारों को मिटा देती है।

DIAMOND TIMES : સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જ્યારે 17મી એપ્રિલ 2017માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ સમયે મોદીએ સંદેશ લખ્યો કે,સ્વસ્થ બાળક- સ્વસ્થ માતા- સ્વસ્થ પરિવાર- સ્વસ્થ રાષ્ટ્ર- સ્વસ્થ સમાજ માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની રહેશે.500 કરોડના ખર્ચે 500 બેડ ની વ્યવસ્થા સાથે બનેલી કિરણ હોસ્પિટલમાં 31 કરોડ તો હોસ્પિટલને બેક્ટેરિયા ફ્રી રાખવાની ટેકનિક પાછળ જ ખર્ચાયા છે.આ બિલ્ડિંગ સેન્ટ્રલ એ.સી છે.એ.સી.માંથી નીકળતી હવા hepa ફિલ્ટર્સમાંથી થઈને નીકળે છે.જેને કારણે આખી હોસ્પિટલ બેક્ટેરિયા ફ્રી રહે છે.હોસ્પિટલમાં 28 ઓપરેશન થિયેટર્સ છે.ટોટલ 13 માળ અને 13 મા માળે હેલીપેડ,એર એમ્બ્યુલન્સની સુવિધા તેમજ આધુનિક ટેકનોલોજીનાં સાધનો દ્વારા તમામ રોગોનો ઇલાજ થાય તે હેતુ સાથે કિરણ હોસ્પિટલનું નિર્માણ થયુ છે.કિરણ હોસ્પિટલ દેશની ટોપ 10 માંથી નંબર 1 હોસ્પિટલ છે જે અત્યાધુનિક રીતે એડવાન્સ છે.

સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલની સ્થાપનાનો વિચાર

સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ એ એક નોન પ્રોફીટેબલ ટ્રસ્ટ છે.આ ટ્રસ્ટ દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે. કીરણ હોસ્પિટલે આધુનિક મેડિકલ સાયન્સની સુપર સ્પેશિયાલિટી શાખાઓમાં ગુણાત્મક ખામીને દૂર કરી છે.વર્ષ-2009માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શ્રીમતી એમ.એમ.ખેની ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.તેમાં વલ્લભભાઇ લખાણી દ્વારા 51 લાખના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે પદ્મશ્રી મથુરભાઇ સવાણીએ વલ્લભભાઇને કહ્યું કે આ આંકડો સુધારીને 1 કરોડ કરો.ત્યારે વલ્લભભાઇએ મથુરભાઈને ખાત્રી આપી કે તમે વિશાળ હોસ્પિટલનું વિચારો,તેમા જે દાનની જરૂર હશે તે આપવા હું તૈયાર છું.ચાલુ કાર્યક્રમે આ વિશે ચર્ચા કરતાં કરતાં હોસ્પિટલનો વિચાર ઉદ્દભવ થયો.વલ્લભભાઇએ આગળ એમ પણ કહ્યુ કે જો હોસ્પિટલ બાંધવાની તમે જવાબદારી લેતાં હોવ તો અત્યારે જ મારા 5 કરોડના દાનની જાહેરાત કરો.ત્યારે તરત જ સ્ટેજ પરથી મથુરભાઇએ હોસ્પિટલ બાંધવાની જાહેરાત કરી.ત્યારબાદ અન્ય દાતાશ્રીઓ દ્વારા પણ દાનની સરવાણી વહી.

એ વખતે સ્ટેજ પર બિરાજમાન ગુજરાત સરકારનાં તત્કાલિન મંત્રીશ્રીઓ આનંદીબેન પટેલ નીતિનભાઇ પટેલ,સૌરભભાઇ પટેલે પણ ખાતરી આપી કે હોસ્પિટલ માટે સરકાર જમીન ની વ્યવસ્થા કરી આપશે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત રેલવે સ્ટેશન નજીક 17000 વારનો એક પ્લોટ આપવાની જાહેરાત કરી.જમીન મળતા વાર લાગી.પણ હોસ્પિટલ માટે દાતાઓ દાન લખાવતા રહ્યા.500 કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્પિટલનું નામ વધુ દાન આપનારા વલ્લભભાઇ લખાણીએ લીધું.અને હોસ્પિટલનું નામ “કિરણ હોસ્પિટલ” રખાયું.

કિરણ હોસ્પિટલના 42 વિભાગોમાં અલગ અલગ સુવિધાઓ

⏹️ એક્સિડેન્ટ તથા ઇમરજન્સી વિભાગ
⏹️ ન્યુરો તથા સ્પાઇન સર્જરી
⏹️ ન્યુરોલોજી
⏹️ ઇન્ટરવેંશનલ રેડિયોલોજી
⏹️ રોબોટિક સર્જરી
⏹️ બોનમેરો અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ યુનિટ
⏹️ સર્જીકલ ઓન્કોલોજી
⏹️ મેડિક્લ તથા હિમેટો ઓન્કોલોજી વિભાગ
⏹️ રેડિએશન ઓન્કોલોજી
⏹️ ન્યુકલિયર મેડિસિન
⏹️ લીવર ટ્રાન્સપ્લાન્ટ વિભાગ
⏹️ગેસ્ટ્રોએન્ટ્રોલોજી તથા ગેસ્ટ્રો સર્જરી
⏹️ બેરીયાટ્રીક સર્જરી વિભાગ
⏹️ નેફ્રોલોજી તથા ડાયાલીસીસ
⏹️ યુરોલોજી
⏹️ કાર્ડિયોલોજી
⏹️ કાર્ડિયો વાસ્ક્યુલર તથા થોરેસીક સર્જરી
⏹️ પ્લાસ્ટીક તથા કોસ્મેટીક સર્જરી
⏹️ પીડિયાટ્રિક સર્જરી
⏹️ પીડિયાટ્રિક તથા નિયોનેટોલોજી
⏹️ ઓર્થોપેડિક , જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી
⏹️ પલ્મોનોલોજી
⏹️ ઓબ્ટ્રેટીક્સ તથા ગાયનેકોલોજી
⏹️ IVF તથા ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર
⏹️ જનરલ મેડિસીન
⏹️ જનરલ સર્જરી
⏹️ ઇ.એન.ટી.
⏹️ ઓપ્થેલ્મોલોજી
⏹️ એન્ડોક્રાઇનોલોજી
⏹️ ડેન્ટલ સર્જરી
⏹️ સાયકીયાટ્રી
⏹️ ડર્મેટોલોજી તથા કોસ્મેટોલોજી
⏹️ હાઇપર બેરીક ઓક્સિજન થેરાપી
⏹️ રેડીયોલોજી વિભાગ
⏹️ પેથોલોજી લેબોરેટરી
⏹️ ફિઝીયોથેરાપી તથા રીહેબીલીટેશન
⏹️ આઇ.સી.યુ.
⏹️ એનેસ્થેસીયોલોજી
⏹️ ડાયટેટીક્સ
⏹️ બ્લડ બેંક
⏹️ ક્લિનિકલ રીસર્ચ

આરોગ્ય કાર્ડ સરકારી યોજનાનો હોસ્પિટલમાં લાભ

કિરણ હોસ્પિટલનાં 42 વિભાગોમાં 5 વર્ષમાં 16 લાખથી પણ વધુ લોકોએ સારવાર લીધી છે.સુરતની ધરતી પર કદી ઓપરેશન ના થયા હોય એ તમામ પ્રકારનાં ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં ખુબ સારી રીતે અને સફળતાપૂર્વક થઈ રહ્યા છે.

કિરણ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર મહિને પાંચ હજાર લોકોની વિનામૂલ્યે સારવાર થાય છે.જેનાથી ઓછી આવક ધરાવતા લોકો માટે આ સેવા સારી ગણાય છે. આ યોજના પ્રાઈઝ માર્કેટ ભાવથી ઘણી ઓછી હોવાથી દર મહિને પાંચ હજાર દર્દીઓનું 3.5 કરોડ બિલ સરકારમાંથી આવે તેની સામે હોસ્પિટલે 3.5 કરોડ જોડવા પડે છે. ઘણી સેવાઓમાં તો માર્કેટ ભાવથી 25 થી 35 ટકા અને કોઈમાં તો 40 ટકા ઓછો ચાર્જ હોય છે.

કિરણ હોસ્પિટલમાં 50 મહિનામાં 25 લાખ ઉપર રિપોર્ટ થયા. એવી જ રીતે બધી જ સર્વિસ જેવી કે સીટી સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્સરે, બીએમડી, સીટી ગાઈડ, ડેન્ટલ એક્સરે, ડોપ્લર સ્ટડી, આઇવીપી, મેમોગ્રાફી, એન્ડોસ્કોપી, કિમોથેરાપી, સ્પેકરસિટી, પેટ સીટી, ન્યુકલિયર મેડિસિન, રેડિયો એંકોલોજી, ડાયાલીસીસ, હેલ્થ ચેકઅપ, આઈપીડી સર્વિસમાં 20 ટકા મેડિકલ ડિસ્કાઉન્ટ તેમજ દર્દીની સાથે સંબંધી હોય તો શહેર કરતાં સસ્તા ભાવે કેન્ટિન દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આઉપરાંત કિરણ હોસ્પિટલ દ્વારા સુરતમાં લાવવા – લઇ જવા ફ્રી એમ્બ્યુલન્સ, ફ્રી સેમ્પલ કલેક્શનની સેવા અપાય છે.દીકરીનો જન્મ થાય તો કોઇ ચાર્જ લેવાતો નથી.આ તમામનો ખર્ચનો આંકડો મોટો થાય તેમ છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જો રક્તની જરૂર પડે તો કિરણ હોસ્પિટલ તરફથી દરરોજ 300 રક્ત યુનિટ વિનામૂલ્યે આપવામાં આવે છે.કિરણ હોસ્પિટલ મેડિકલમાં બ્રાન્ડેડ દવાઓ 20% ડિસ્કાઉન્ટે આપવામાં આવે છે.તદ્દુપરાંત એક અલગથી કાઉન્ટર ખોલવામાં આવ્યું છે. તે કાઉન્ટર પર વધુ સહયોગ મેળવવા માંગતા સભ્યોને વધુ 10% ડિસ્કાઉન્ટ કિરણ હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે. કિરણ હોસ્પિટલમાં ધનવાન લોકોની પણ સારવાર થાય છે એવી જ રીતે ઓછી આવક ધરાવનાર લોકો પણ સારવાર લઈ રહ્યા છે. ફક્ત ગત વર્ષમાં જ કિરણ હોસ્પિટલમાં 61,720 દર્દીઓએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો છે.

અંગદાન અપાવવામાં કીરણ હોસ્પિટલનું અમુલ્ય યોગદાન

સુરત શહેરમાં અંગદાન વિશે વધુ જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી કિરણ હોસ્પિટલ દ્વારા અંગદાન જાગૃતી સમારોહનું આયોજન 19 જૂન 2022ના રોજ કરવામાં આવ્યું હતું.જેમા ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ શહેરની 300 થી વધુ સંસ્થાઓના આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં અંગદાન જાગૃતિ માટે કાર્ય કરતી સંસ્થાઓ અને 221 અંગદાતા પરિવારોનું વિશેષ સન્માન કરાયું હતું.

ઉપરાંત અંગદાન જાગૃતિમાં મહત્વનો રોલ ધરાવતા 25 ડૉક્ટરો તેમજ કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરનાર ડોકટરની ટીમનું વિશેષ સન્માન કરાયું હતું.આ ઉપરાંત આ કાર્યમાં સહયોગ આપનાર સુરત પોલીસ,સુરત એરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ તેમજ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને પણ સન્માનિત કરાયા હતા.અંગદાનથી અનેક લોકોને નવજીવન મળ્યું છે.

કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ

સુરતના પ્રતિષ્ઠિત હીરા ઉદ્યોગકાર અને કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી ગોવિંદભાઈ ધોળકીયાને લીવરની તકલીફ થઈ ત્યારે મુંબઈ, હૈદરાબાદમાં ડોક્ટરો પાસે ચેકઅપ કરાવ્યું અને જ્યારે વાત લીવર ટ્રાન્સપ્લાન્ટની આવી તો તેમણે કિરણ હોસ્પિટલ જ પસંદ કરી. ત્યાં ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ થતું નહોતું. કેમકે તે માટે સરકારની ખાસ મંજૂરી લેવી પડે. ઉપરાંત અમદાવાદ, મુંબઈ કે હૈદરાબાદની હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સગવડતા હતી પણ સુરતમાં ક્યાંય હતી નહિ. પણ ગોવિંદભાઈની ઈચ્છા, પદ્મશ્રી મથુરભાઈની જહેમત અને નિલેશ માંડલેવાલાની ટિમની મહેનત રંગ લાવી.

હોસ્પિટલને સરકારની મંજૂરી પણ મળી ગઈ અને ગોવિંદભાઇને લીવરના દાતા મળતાં કિરણ હોસ્પિટલમાં પ્રથમ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થયું. જેનાથી ગોવિંદભાઇને જીવતદાન મળ્યું. ગોવિંદભાઇનું લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં પ્રથમ હતું તે પછી બીજું પારિતોષ ટંડનનું કરવામાં આવ્યું. તેમજ ત્યારપછી સમર્થ મૈસૂરિયાની કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ સફળ રીતે કિરણ હોસ્પિટલમાં થયું. આવી મોંઘી સારવાર લેવા અમદાવાદ, હૈદરાબાદ, મહારાષ્ટ્ર જવાનું થાય તો ખર્ચ પણ ઘણો લાગે અને રહેવા-જમવાની વ્યવસ્થા પણ મોંઘી પડે. જ્યારે કિરણ હોસ્પિટલમાં દર્દી સાથે તેના સગાને રહેવાની પણ વ્યવસ્થા નજીવા દરે કરાય છે. જ્યારે બીજે દર્દીને દાખલ કર્યા બાદ સાથેના વ્યક્તિ એ રહેવા માટે અલગ વ્યવસ્થા કરવી પડે છે. જે ખૂબ ખર્ચાળ બની રહે છે. કિરણ હોસ્પિટલમાં પહેલા લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા જ હતા અને હવે હાર્ટ અને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ વિભાગ પણ આ હોસ્પિટલમાં શરૂ કરાયો છે.

અત્યાધુનિક કિરણ મેડિકલ કોલેજનું ભૂમિપૂજન અને વલ્લભભાઈ લખાણી પરિવારનું અધધ 108 કરોડનું દાન

દેશની આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવા ડોકટરોની ખાસ જરૂરિયાત હોય છે. આપણા દેશમાં મેડિકલ અભ્યાસ માટે સીટો ઓછી હોવાના લીધે આપણા દેશના હજારો વિદ્યાર્થીઓ ડોકટર બનવા અન્ય દેશોમાં જાય છે. જેના કારણે અરબો રૂપિયા વિદેશમાં જઈ રહ્યા છે ત્યારે આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની આરોગ્ય વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મેડિકલ કોલેજોનું નિર્માણ કરી રહ્યા છે.

સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરોને પણ મેડિકલ કોલેજના નિર્માણ માટે અપીલ કરે છે. તેથી સ્વસ્થ સમાજના નિર્માણના હેતુ સાથે કિરણ હોસ્પિટલ દ્વારા માર્ચ-2022માં ઓલપાડના વડોદ ખાતે 65000 વારમાં 300 કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક 150 સીટની મેડિકલ કોલેજનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં રાજ્યપાલ આંનદીબેન પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ મેડિકલ કોલેજમાં MBBS, PG સહિતના કોર્સ સાથે 1000 ડોક્ટરો માટે જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ હશે. જેનાથી રાજ્યને કુશળ આરોગ્ય સેનાની તેમજ ઉત્તમ અને ગુણવાન તબીબો પ્રાપ્ત થશે. ભૂમિપૂજન પ્રસંગે લાખાણી પરિવારે કિરણ હોસ્પિટલ- મેડિકલ કોલેજમાં રૂ. 108 કરોડનું અધધ દાન આપ્યું.

એક જ સંસ્થામાં તે પણ કોઈ એક જ પરિવાર દ્વારા આટલું દાન લખાવ્યાનો આ પ્રથમ પ્રસંગ હશે. આંનદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું કે કમાવવું અને સમાજના હિત માટે દાન કરવું એ સુરતના શ્રેષ્ઠીઓની તાસીર છે. દાનથી દાતાઓએ સંવેદના-માનવતાનો ગુણ કેળવ્યો છે. આ પ્રસંગે માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર માટે ‘સેવા એ જ સંસ્કૃતિ‘ છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂ. 12240 કરોડની ફાળવણી માત્ર હેલ્થ સેક્ટર માટે કરી છે. જેનાથી રાજ્યમાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ થી લઈ વયોવૃદ્ધ નાગરિકો સુધીના તમામ વ્યક્તિઓને અનેકવિધ આરોગ્ય યોજનાઓનો લાભ મળી રહ્યો છે. તેમ જ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ સાકાર કરવાની દિશામાં સરકારે મક્કમ ડગ માંડ્યા છે. આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે, કિરણ હોસ્પિટલ 700 કરોડથી વધીને મેડિકલ કોલેજના પ્રોજેકટ સાથે 1000 કરોડ સુધી પહોંચી જશે.

કિરણ મેડિકલ કોલેજની વિશેષતાઓ

⏹️ 65000 વારના વિશાળ કેમ્પસમાં 150 સીટની કોલેજ
⏹️ MBBS , PG તેમજ અન્ય કોર્સ સાથે 1000 ડોક્ટરો માટેની જરૂરી તમામ સુવિધા
⏹️ અતિ આધુનિક સુવિધાઓ, ક્વોલિફાઇડ શૈક્ષણિક સ્ટાફ, શ્રેષ્ઠ શિક્ષણ તથા સહ અભ્યાસક્રમની ફેસિલીટી
⏹️ વિદ્યાર્થીઓને તાલીમ માટે 700 બેડ સાથે અત્યાધુનિક સાધનોથી સજ્જ
⏹️ વિદ્યાર્થીઓને રહેવા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ સુવિધા
⏹️ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ક્વોલિટીનું શુદ્ધ ભોજન મળી રહે એ માટે ઇન હાઉસ કેન્ટિનની સુવિધા