કરોડો હિન્દુ મહીલાઓના હીતને સ્પર્શતો સુપ્રિમ કોર્ટનો અભુતપુર્વ ચુકાદો : હિન્દુ સ્ત્રી પિયર પક્ષના પરિવારજનોને પોતાની સંપતિમાં વારસદાર કે ઉતરાધિકારી નીમી શકે છે.

195

ડાયમંડ ટાઇમ્સ

નામદાર સુપ્રિમ કોર્ટ એક ખૂબ જ અભુતપુર્વ ચુકાદા દ્વારા કરોડો હિન્દુ મહીલાઓના હીતને સ્પર્શતી નવીવ્યવસ્થા આપી છે.જેમા હિન્દુ સ્ત્રી પિયર પક્ષના પરિવારજનોને પોતાની સંપતિમાં વારસદાર કે ઉતરાધિકારી નીમી શકે છે.નામદાર કોર્ટે કહ્યુ કે પિયરપક્ષના પરિવારજનોને કુટુંબની બહારની વ્યકિતઓ તરીકે ગણી શકાય નહીં. તેઓ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1. D ના કાર્યક્ષેત્ર હેઠળ આવશે અને સંપત્તિનો કાયદેસર વારસદાર પણ ગણાશે.

સુપ્રિમ કોર્ટે આ વ્યવસ્થા એક એવા કેસમા આપી છે કે જેમાં જગ્નો નામની એક મહિલાને તેના પતિની કૃષિ સંપત્તિ મળી હતી. જગ્નોના પતિનું 1953માં અવસાન થયુ હતુ. તેને કોઇ સંતાન ન હતુ. જેથી કૃષિ સંપત્તિનો અડધો હિસ્સો પત્નીને મળ્યો હતો. ઉત્તરાધિકાર કાયદા 1956 બન્યા બાદ ધારા 14 અનુસાર પત્ની જગ્નો આ સંપત્તિની એકમાત્ર પૂર્ણ વારસદાર બની ગઇ હતી.ત્યાર બાદ જગ્નોએ આ સંપત્તિ માટે એક એગ્રીમેંટ કર્યુ અને સંપત્તિ પોતાના ભાઇના પુત્રોના નામે કરી દીધી.દરમિયાન જગ્નોના ભાઇના દિકરાઓએ 1991માં સિવિલ કોર્ટમાં કેસ કર્યો કે તેને મળેલી કૃષિસંપત્તિની માલિકી તેમના પક્ષમાં ઘોષિત કરવામાં આવે.આ મુદ્દે જગ્નોએ વિરોધ ન કર્યો અને પોતાની ભલામણ આપી દીધી.

પરિણામે નામદાર કોર્ટેએ સંપત્તિના સ્વામિત્વ મંજૂરી જગ્નોના ભાઈના દીકરાના નામે કરી.પરંતુ સંપત્તિના આ સ્થાનાંતરણથી જગ્નોના પતિના ભાઈઓએ વિરોધ કર્યો અને તેને ભલામણ હુકમનામાને પડકાર ફેંકયો.તેઓએ કહ્યુ કે હિન્દૂ વિધવા પોતાના પિતાના પરિવાર સાથે સંયૂકત હિન્દૂ પરિવાર નથી ગણાતી.જેથી તેના પિતાના બાળકોના નામે આ સંપત્તિ થઈ શકતી નથી.અને પારિવારિક સેટલમેન્ટ તે જ લોકો સાથે કરાય છે જેનો સંપત્તિમાં પહેલાથી જ અઘિકાર હોય છે.પણ હાઈકોર્ટે જગ્નોના પતિના ભાઈઓની યાચિકા ખારીજ કરી દેતા જગ્નોના પતિના ભાઈઓએ સુપ્રિમકોર્ટના દ્વાર ખખડાવ્યા.

ત્યારબાદ નામદાર સુપ્રિમ કોર્ટે આપેલા પોતાના ચુકાદામા કહ્યુ કે મહિલાના પિતાની તરફના કુટુબીજનો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ની હેઠળ આવશે. જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું કે કલમ 13.1.D ને સાંભળીને સ્પષ્ટ કર્યું છે કે પિતાના ઉત્તરાધિકારીઓને વારસદાર માનવામાં આવ્યા છે. જે સંપતિ મેળવનાર હકદાર છે.પરંતુ જ્યારે મહિલાના પિતાની તરફના કુંટુંબીજનોન સામેલ કરવામાં આવ્યા છે જે સંપત્તિને પ્રાપ્ત કરી શકે છે.જેથી આ પરિસ્થિતિમાં એવું ના કહી શકાય કે તેઓ પરિવાર માટે અજાણ્યા લોકો છે કે મહિલાના પરિવારના સભ્યો નથી.તેઓ પણ પરિવારનો જ હિસ્સો છે. કાનૂનમાં આવેલ શબ્દ પરિવારને સંકીર્ણ અર્થ આપી નહિ શકાય પરંતુ તેને વિસ્તારિત અર્થમાં જોવું પડશે.જેમાં હિન્દૂ મહિલાનો પરિવાર પણ સામેલ હશે.કોર્ટેએ સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે એવી સંપત્તિ જેમાં પહેલાથી અધિકાર સૃજિત છે.એના પર જો કોઈ સંસ્તુતિ ડિક્રી હોય છે તો એને રજીસ્ટ્રેશન એક્ટની ધારા 17.2 હેઠળ પંજીકૃત કરાવવાની જરૂરત નથી.