વક્રડીમાં કંપનીના સલીમ ભાઈ પંજવાણી દ્વારા સુરત સ્થિત જીજેઇપીસીની નવરત્ન ગેલેરી ખાતે આજથી લેબગ્રોન રફ ડાયમંડના ચાર દીવસીય પ્રદર્શનનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દીનેશભાઈ નાવડીયા સહીતના મહાનુભાવો તેમજ એસજીએલ લેબ્સ સુરત,લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન ઓફ ઇન્ડીયા,સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન સહીત વિવિધ વ્યાપારીક સંગઠનોના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.
DIAMOND TIMES – આગામી દીવસોમાં સુરતનો હીરા ઉદ્યોગ એક પછી એક નવા સીમા ચિન્હો રચવા તરફ જઈ રહ્યો છે.સુરત ડાયમંડ બુર્સ કાર્યવંતિત થાય એ પહેલા જીજેઇપીસીના અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટમાં સામેલ નવરત્ન ગેલેરી પ્રોજેક્ટએ હીરા ઉદ્યોગની ક્ષમતા વધારવાની શરૂઆત કરી દીધી છે. સોનામાં સુગંધ ભળે એવી બાબત તો એ છે કે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરત્ન ગેલેરી ખાતે આજથી આગામી તારીખ 21 ઓગષ્ટ સુધી લેબગ્રોન હીરાનું પ્રદર્શન યોજાવાનું છે.આ ઐતિહાસિક લેબગ્રોન રફ ડાયમંડ પ્રદર્શન યોજવાનો યશ લેબગ્રોન ક્ષેત્રની અગ્રણી કંપની વક્રડીમાં વેન્ચર્સ એલએલપીના માલિક સલીમભાઈ પંજવાણીને જાય છે.ભીમરાડ રોડ,ટાઈટેનિયમ બિઝનેસ હબ સ્થિત જીજેઇપીસીની નવરત્ન ગેલેરી ખાતે આજ થી શરૂ થનારા આ ચાર દીવસીય પ્રદર્શન દરમિયાન સવારે 10 થી સાંજના 7 કલાક સુધી કોઇ પણ વ્યક્તિ લેબગ્રોન રફ હીરાને નિહાળી કે ખરીદી કરી શકશે એમ વક્રડીમાંના ઓનર્સ સલીમ ભાઈ પંજવાણીએ કહ્યુ હતુ.
સીવીડી,એચપીએચટી સહીત તમામ પ્રકારના પ્રોસેસ્ડ સિમ્યુલેટેડ રફ અને પોલિશ્ડ હીરા એક જ પ્લેટફોર્મ પર નિહાળવાની અને ખરીદવાની તક : સલીમભાઈ પંજવાણી (ઓનર વક્રડીમાં વેન્ચર્સ એલએલપી)
લેબગ્રોન રફ ડાયમંડ પ્રદર્શન અંગે પ્રતિભાવ આપતા વક્રડીમાં વેન્ચર્સ એલએલપી કંપનીના ઓનર સલીમભાઈએ કહ્યુ કે વક્રડીમાં વેન્ચર્સ એલએલપી ભારતનું પ્રથમ એવુ સાહસ છે કે જે સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક,એચપીએચટી સહીત તમામ પ્રકાર ના પ્રોસેસ્ડ સિમ્યુલેટેડ રફ અને પોલિશ્ડ હીરાના ટ્રેડિંગ માટે વિશ્વસનીય નેટવર્ક ધરાવે છે.આ સેગમેન્ટમાં તમામ પ્રકારના હીરાની ખરીદ કરવા ઉત્સુક ડીલર્સ , ઉત્પાદકો ,ખરીદદારો સહીત તમામ માટે અત્યંત વ્યાજબી કીંમતે ઉચ્ચ ગુણવત્તા યુક્ત હીરા ઉપલબ્ધ કરાવવાની અમારી કંપનીની ક્ષમતા છે . વર્તમાન સમયમાં વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સીવીડી, લેબગ્રોન, સિન્થેટિક એચપીએચટી સહીત તમામ પ્રકારના પ્રોસેસ્ડ હીરાની સારી માંગને જોતા સુરતમાં પણ આ હીરાનો કારોબાર ખુબ જ વિકસ્યો છે.જેને ધ્યાનમાં રાખીને સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત લેબગ્રોન રફ પ્રદર્શનનું આયોજન કરવાનું અમને ગૌરવ છે.