સોશિયલ મિડિયામાં માત્ર પોસ્ટ કરી દેવાથી ડિજીટલ માર્કેટીંગ થઈ ગયુ એવુ માનવુ ભુલભરેલુ છે.ડિજીટલ માર્કેટીંગ એટલે એ પ્રકારનું પ્રોપર કોમ્યુનિકેશન કે જેમા ટાર્ગેટ બેઇઝડ કન્ઝયૂમર અને એનાલિસિસ ખુબ જ અગત્યના પાસા હોય છે.
DIAMOND TIMES – સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ડિજીટલ માર્કેટીંગ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિજીટલ મીડિયા માર્કેટીંગ ટ્રેનર,કોચ અને પબ્લીક સ્પીકર ફોરમ મારફતિયાએ ઓનલાઇન બિઝનેસને ડેવલપ કરવા માટેની વ્યુહરચના તથા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો મેક્સિમમ ઉપયોગ કરીને ડિજીટલ માર્કેટીંગ કઈ રીતે કરી શકાય તે બાબતે વિસ્તૃત સમજણ અને માહિતિ આપી હતી.ફોરમ મારફતિયાએ જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા ઉપર માત્ર પોસ્ટ કરી દેવાથી ડિજીટલ માર્કેટીંગ થઈ ગયુ એવુ માનવુ ભુલભરેલું છે.ડિજીટલ માર્કેટીંગ માટે ટાર્ગેટ બેઇઝડ કન્ઝયૂમર અને એનાલિસિસ ખુબ જ અગત્યના પાસા હોય છે.માર્કેટીંગ એટલે દરેક પ્રકારનું પ્રોપર કોમ્યુનિકેશન.જેમા પ્રોડકટ અંગેનું પ્રોપર કન્ટેન્ટ લખવાનું હોય છે.પ્રોડકટ થકી લોકોની સમસ્યાનું નિવારણ થઇ રહયું છે તે રીતનું કન્ટેન્ટ લખવું પડે છે.ઉપરાંત અન્યોની સરખામણીએ તમારી પ્રોડકટ કેવી રીતે અલગ છે તે બાબત ગ્રાહકને કન્ટેન્ટ થકી સમજાવવું પડે છે.પ્રોડકટની વેલ્યુ વધારવા માટે તેની જુદી–જુદી ઉપયોગિતા બતાવવી પડે છે.વધુમાં ગ્રાફિકસ,કલર અને શોર્ટમાં ટાઇટલ અથવા ટેગલાઇન બનાવવી પડે છે.
વધુમાં તેમણે આઇડીયલ કસ્ટમર અવતારને સમજવા માટે સોશિયલ મિડિયા ઉપર કયા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.તેમણે કહયું હતું કે મોટાભાગના પ્લેટફોર્મ ફ્રી છે.પરંતુ તમામ પ્લેટફોર્મ થકી માર્કેટીંગ કરવાનું નથી.પાયોનિયર પ્લેટફોર્મ ફેસબુક છે.ભારતમાં રપ૦ મિલીયનથી વધુ લોકો ફેસબુક સાથે જોડાયેલા છે.જેમાં ૭૦ ટકા મેઇલ એકાઉન્ટ છે.જ્યારે વિશ્વભરમાં ર.ર૭ બિલીયન લોકો એટલે કે ગ્લોબલ પોપ્યુલેશનના પ૭ ટકા લોકો ફેસબુક ઉપર જોડાયેલા છે.આથી બીટુબી તથા ઇમ્પોર્ટ-એકસપોર્ટના બિઝનેસ માટે ફેસબુક સૌથી સારું પ્લેટફોર્મ છે.તેમણે ફેસબુક બિઝનેસ પેજ,ફેસબુક ઇવેન્ટ્સ,ફેસબુક ગૃપ્સ, બીટુસી માટે ફેસબુક માર્કેટ પ્લેસ અને ઇ-કોમર્સ માટે ફેસબુક શોપ્સ વિશે માહિતી આપી હતી.
ફોરમ મારફતિયાએ વધુમાં કહયું હતું કે સોશિયલ નેટવર્કીંગ પ્લેટફોર્મનો ઉપયોગ ડિજીટલ માર્કેટીંગ માટે કરી શકાય છે.બીટુબી તેમજ વિદેશમાં બિઝનેસ કરવા માટે લીન્કડીન પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઇએ.ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મનો પણ બિઝનેસ માટે ઉપયોગ કરી શકાય છે.ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર ૬૮ ટકા એકાઉન્ટ મહિલાઓના હોય છે અને તેના ઉપર એક જ જાહેરાત ર૧ વખત બતાવી શકાય છે.બિઝનેસ ડેવલપ કરવા માટે ગુગલ અને યુ ટયુબ પ્લેટફોર્મના ઉપયોગ વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.આ સેમિનારમાં ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન અને માનદ્ ખજાનચી મનિષ કાપડીયાએ પ્રાસંગિક વિધી કરી હતી.