ક્રિસ્ટીઝ હોંગકોંગ ખાતે બ્લુ ડાયમંડ રિંગ 8.8 મિલિયન ડોલરમાં વેચાઇ

257

DIAMOND TIMES : ક્રિસ્ટીઝ હોંગકોંગ ખાતે 4.83 કેરેટની ફેન્સી વિવિડ બ્લુ હીરાની રિંગ 8.8 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. ઉલ્લેખનીય છે કે ક્રિસ્ટીના મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સનું વેચાણ કુલ લગભગ 60 મિલિયન ડોલરને વટાવી ગયું હતું. આ ફેન્સી વિવિડ બ્લુ ડાયમંડ રિંગમાં બ્રિલિયન્ટ-કટ IF Type IIb જેમ સોનાના સેટિંગમાં ફેન્સી-કટ હીરાથી ઘેરાયેલું હતું. આ રિંગ માટે 7 મિલિયન ડોલરથી 10.2 મિલિયન ડોલર અંદાજ રાખવામાં આવ્યો હતો.

આ સેલ દરમિયાન બ્લુ હીરો વેચાણમાં સૌથી આગળ રહ્યો હતો. ઉપરાંત બે વસ્તુઓ તેમના ઊંચા અંદાજ કરતાં વધુ કિંમતે વેચાઇ હતી. આમાં પ્લેટિનમ રિંગમાં ઓક્ટાગોનલ સ્ટેપ-કટ 21.38 કેરેટ નીલમ ટેપર્ડ બેગેટ-કટ હીરા સાથે 4.5 મિલિયન ડોલરમાં વેચાણ થયું. ઉપરાંત 1.12 અને 1.11 કેરેટના પિઅર બ્રિલિયન્ટ-કટ હીરા સાથે પ્લેટિનમ અને ગોલ્ડ રિંગમાં 8.92-કેરેટનો ફેન્સી વિવિડ યલો-ઓરેન્જ પિઅર મોડિફાઇડ બ્રિલિયન્ટ-કટ ડાયમંડ 4 મિલિયન ડોલરમાં વેચાણ થયું