આર્કટિક કેનેડિયન ડાયમંડ કંપનીએ એકાતી ખાણમાંથી 71.26 કેરેટનો હીરો શોધી કાઢ્યો

DIAMOND TIMES : આર્કટિક કેનેડિયન ડાયમંડ કંપનીએ 71.26-કેરેટનો રફ શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે. જો આ દાવો સાચો ઠરે તો કેનેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેન્સી-વિવિડ-યલો ડાયમંડ હશે.

કંપનીએ 25 ઓગસ્ટના રોજ કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં તેની એકાતી ખાણની મિસરી પાઇપમાંથી આ વિશાળ સ્ટોન મેળવ્યો હતો. આર્કટિક કેનેડિયન ડાયમંડ કંપનીએ કહ્યું કે, ડિપોઝિટનો તે ભાગ હાઇ ક્વોલિટીવાળા પીળા હીરાના ઉત્પાદન માટે જાણીતો છે. તાજેતરમાં કંપનીએ ઑસ્ટ્રેલિયાની બર્ગન્ડી ડાયમંડ માઇન્સને 17.8 કેરેટ સુધીના વજનના એકાતીમાંથી ફેન્સી-પીળા હીરાનું પાર્સલ વેચ્યું હતું.

આર્કટિક કેનેડિયન સીઈઓ રોરી મૂરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ફેન્સી-વિવિડ-યલો જેમ્સ કેનેડાને ડાયમંડ માઇનિંગ માટે વિશ્વ મંચ પર એક મુખ્ય મહારથી હોવાની અમારી છાપને જાળવી રાખશે. જવાબદાર માઇનિંગ પ્રેક્ટિસ અને પર્યાવરણીય કારભારીને કારણે કેનેડિયન હીરાની વૈશ્વિક સ્તરે સૌથી વધુ માંગ રહે છે. આ સ્ટોન અત્યારે અને ભવિષ્યમાં મૂલ્ય પહોંચાડવાની એકાતીની ક્ષમતાનો પુરાવો છે.

આર્કટિક કેનેડિયને 2021 માં ડોમિનિયન ડાયમંડ માઇન્સ પાસેથી એકાતીને ખરીદી હતી, જ્યારે ડોમિનિયનની નાદારીએ તેને તેની સંપત્તિ તેના દેવા ધારકોને વેચવાની ફરજ પાડી હતી.