સ્પાર્કલ પ્રદર્શન: ભારત માતાનો 700 હીરાથી મઢેલો તાજ બન્યો આકર્ષણનું કેન્દ્ર

159

ડાયમંડ ટાઈમ્સ
પ્રતિવર્ષે આયોજીત થતા જ્વેલરી એક્ઝિબિશન સ્પાર્કલમા વિવિધ પ્રકારના અનેક આકર્ષણ હોય છે.આ વર્ષે સ્પાર્કલમા હીરા જડીત ભારત માતાનો તાજ, ​​​​​​​રૂપિયા 24 લાખની કિંમતનો હાર અને 9 લાખની કીંમતની સોનાની પેન પ્રદર્શિત કરવામા આવી હતી.

ભારત માતાનો તાજ તૈયાર કરનાર હાર્દિકભાઈ શાહના કહેવા મુજબ ગુજરાત રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે 200 ગ્રામ સોનામાં 700 હીરાથી મઢેલો આ ભારત માતાનો તાજ તૈયાર કરવામા આવ્યો છે.જ્યારે 24 લાખની કિંમતના 250 ગ્રામ વજનનો એક અન્ય હાર પણ પ્રદર્શનમા મુકવામા આવ્યો હતો.આ હારમાં કુલ 56 સોનાના સિક્કા અને 2800 નંગ કુદરતી હીરા જડવામા આવ્યા છે.

 

આ ઉપરાંત ઈટલીના પિત્ઝાના મિનારા આકારની 100 ગ્રામ સોનાની એક પેન પણ પ્રદર્શનમાં મુકવામા આવી છે.જેને એન સાઈન જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા તૈયાર કરવામા આવી છે.એન સાઈન જ્વેલરી મેન્યુફેક્ચરિંગના અનિલભાઈ પટેલે કહ્યુ કે 243 નંગ હીરા જડીત આ પેનને બનાવતા 28 દિવસની જહેમત લાગી છે.પેનને આવરણ કરવા ઓરિજનલ સ્ફટિક પત્થરનો ઉપયોગ કરાયો છે.આ પેનની કિંમત 9 લાખ રૂપિયા અંદાજવામા આવી છે.