નવરત્ન ગેલેરીએ સાચવ્યુ શુકન : પ્રથમ ઓકશનમાં 70 ટકા માલનું વેંચાણ

1050

DIAMOND TIMES – સુરતના હીરા ઉદ્યોગના ભાવીને બદલવાની ક્ષમતા ધરાવતી જીજેઇપીસી દ્વારા નિર્મિત ઓકશન હાઉસ નવરત્ન ગેલેરીએ શુકન સાચવી લીધુ છે.કારણ કે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરત્ન ગેલેરી ખાતે તારીખ 18 થી 21 ઓગષ્ટ દરમિયાન આયોજીત થયેલા લેબગ્રોન રફ ડાયમંડ પ્રદર્શનને મુર્હતમાં જ સારો પ્રતિસાદ મળ્યો છે.

નવરત્ન ગેલેરી ખાતે પ્રથમ ઓકશન યોજનાર લેબગ્રોન ક્ષેત્રની અગ્રણી કંપની વક્રડીમાં વેન્ચર્સ એલએલપીના માલિક સલીમ ભાઈ પંજવાણીએ કહ્યુ કે ચાર દીવસીય પ્રદર્શનમાં કંપનીએ નિર્ધારીત કરેલ કુલ માલ પૈકી 70 ટકા માલનું વેંચાણ થયુ છે.ગ્રાહકો તરફથી ઉમદા પ્રતિસાદથી પ્રેરાઈને સલીમભાઈ પંજવાણીએ કહ્યુ કે આગામી સપ્ટેમ્બર મહીનામાં નવરત્ન ગેલેરી ખાતે વક્રડીમાં વેન્ચર્સનું બીજુ પ્રદર્શન યોજાવાની તૈયારીઓ પુર્ણ કરી લીધી છે. આ ઉપરાંત આગામી દીવસોમાં કુદરતી રફ હીરાનું પણ પ્રદર્શન યોજાવા અંગે જીજેઇપીસીના સુત્રોએ માહીતી આપી હતી.

આ વીડીયોમાં નિહાળો સુરતના હીરા ઉદ્યોગના ભાવીને બદલવાની ક્ષમતા ધરાવતી સુરતમાં ભીમરાડ રોડ સ્થિત ટાઈટેનિયમ બિઝનેસ હબમાં સાતમા મળે રૂપિયા 4 કરોડના ખર્ચે 2200 સ્કેવર ફૂટમાં જીજેઇપીસી દ્વારા નિર્મિત શુકનવંતી નવરત્ન ગેલેરીની ભવ્યતા અને આધુનિક સુવિધાઓ