70 કેરેટ ફેન્સી વિવિડ યલો ડાયમંડ જડીત પેન્ડન્ટ રૂપિયા 21.5 કરોડમાં વેંચાયો

74

DIAMOND TIMES -અમેરીકાના ન્યુયોર્ક ખાતે આયોજીત ક્રિસ્ટીઝ મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ હરાજીને ખુબ સુંદર પ્રતિસાદ મળ્યો છે.અગ્રણી ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા આયોજીત મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ હરાજીમાં મુકવામાં આવેલા વિવિધ પ્રકારના કુલ આભુષણો અને હીરા સહીતના અન્ય રત્નોના જથ્થા પૈકી 91 ટકા જથ્થાના વેંચાણ થકી લગભગ 55 મિલિયન ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા.જેમા 70 કેરેટ ફેન્સી વિવિડ યલો ડાયમંડ જડીત પેન્ડન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યુ હતુ.આ આકર્ષક પેન્ડલ રૂપિયા 21.5 કરોડની કીંમતે વેંચાયુ હતુ.

અન્ય નોંધપાત્ર આભુષણના વેંચાણના પરિણામોમાં 5.38 કેરેટ નારંગી ગુલાબી ફેન્સી હીરા જડીત દુર્લભ વીંટી 2,670,000 અમેરીકન ડોલરમાં વેંચાણી હતી.વધુમાં VS2 સ્પષ્ટતા ધરાવતા 8.74-કેરેટ વજનનો IF કલરનો ફેન્સી ડાર્ક ગ્રે-બ્લુ ડાયમંડ જડીત રીંગનું પણ 2,610,000 અમેરીકન ડોલરની કીંમતે વેંચાણ થયુ હતુ.