લેબગ્રોન ડાયમંડ ટ્રેડફેરમાં 5000 કરોડ રૂપિયાના સોદાથી LGD ઉદ્યોગમાં વિકાસના સંકેત

DIAMOND TIMES : કોરોના મહામારી પછીના સમયમાં પરવડે તેવા પરિબળોને ધ્યાનમાં રાખીને લેબ ગ્રોન ડાયમંડ (LGD)ની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. વાર્ષિક 5000 કરોડ રૂપિયાના સોદાઓ આ દરમિયાન થયા હોવાનું ભારતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાણકારોએ જણાવ્યું હતું. લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ (LGDJPC)ના અનુસાર, આશરે 5,000 કરોડ રૂપિયાના મૂલ્યના LGD સોદાઓ આ પ્રોડક્ટની માંગને દર્શાવતા તાજેતરમાં યોજાયેલા ટ્રેડ ફેરમાં પૂર્ણ થયા હતા.

LGDJPCના ચેરપર્સન શશીકાંત દલીચંદ શાહે વેચાણના સોદા અંગેની કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં LGD માર્કેટ 2021માં 2,200 કરોડ રૂપિયાનોનો અંદાજવામાં આવ્યો હતો. હાલમાં, ભારત લેબગ્રોન હીરાના વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 15 ટકા યોગદાન આપી રહ્યું છે પરંતુ તે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે છેય 25,000 થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વેપાર ખરીદદારોએ લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી એક્સ્પોની બીજા એડિશનની મુલાકાત લીધી હતી જ્યાં સો કરતાં વધુ એક્ઝિબિટર્સે તેમના એક્ઝિબિશનનું પ્રદર્શન કર્યું હતું.

LGDJPCના કન્વીનર રાજેશ બજાજે જણાવ્યું હતું કે, 5,000 કરોડ રૂપિયાના મોટાભાગના સોદા દક્ષિણ ભારતના અને લંડન અને થાઈલેન્ડના ખરીદદારોના હતા. તેમના જણાવ્યા મુજબ, જ્યારે 700 કરોડના ઓર્ડર પર સ્થળ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે બાકીના 4,300 કરોડના વ્યવસાયની મૌખિક પુષ્ટિ કરવામાં આવી છે અને યોગ્ય પ્રક્રિયામાં હસ્તાક્ષર કરવામાં આવશે. સિંગાપોર, હોંગકોંગ, મિડલ ઈસ્ટ અને દિલ્હી એનસીઆરના ખરીદદારો પાસેથી પણ બિઝનેસ જનરેટ થયો હતો. સૌથી મોટો સોદો ભંડેરી લેબગ્રોન ડાયમન્ડ્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને મધ્ય પૂર્વના ખરીદદારો પાસેથી તેમના દ્વારા મોટા ઓર્ડર લેવામાં આવ્યા હતા.

ભારતમાં, LGD કારોબાર આગામી 5 વર્ષમાં વર્તમાન સ્તરોથી 40,000 કરોડ સુધી વધવાની ક્ષમતા ધરાવે છે, ઉદ્યોગ જાણકારોએ કહ્યું કે ખાણકામ કરેલા હીરા મોંઘા હોવાથી હીરાના 1 કેરેટની કિંમત લગભગ 5 થી 6 લાખ છે, જ્યારે LGDની સમાન કદની કિંમત 1.25 લાખ છે જેને લીધે LGDsની માંગ ઝડપથી વધી રહી છે.