DIAMOND TIMES : વિશ્વની સૌથી મોટી જેમોલોજીકલ લેબોરેટરી ઈન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI)એ 50.25 કેરેટ વજનના લેબગ્રોન હીરાનું વિશ્લેષણ અને ગ્રેડિંગ કર્યું છે. આ હીરો સુરતની વિખ્યાત કંપની Ethereal Green Diamond LLP (ઇથેરિયલ ગ્રીન) દ્વારા કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) પ્રક્રિયાનો ઉપયોગ કરીને લેબમાં ઉત્પાદિત કર્યો છે.આ હીરાને જૂન 2 થી 5 દરમિયાન JCK લાસ વેગાસમાં Ethereal Green Diamond LLP (ઇથેરિયલ ગ્રીન) બૂથ નંબર 8135માં પ્રદર્શિત કરાયો હતો.
નોંધનિય છે કે આ હીરો વિશ્વના લેબગ્રોન હીરા ઉદ્યોગના ક્ષેત્રમાં ભારત અને સુરતની એક સીમા ચિહ્નરૂપ સિદ્ધિ છે. વધુમાં જેસીકે લાસવેગાસ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અને સહુથી મોટા CVD લેબગ્રોન હીરાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર ઇથેરિયલ ગ્રીન કંપનીએ લેબગ્રોન હીરાના ઉત્પાદન ક્ષેત્રે પણ સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગની ક્ષમતાને પણ વિશ્વ સમક્ષ ગર્વપુર્વક ઉજાગર કરી છે.
જો કે વિશ્વના સહુથી મોટા 50.25 કેરેટના આ લેબગ્રોન હીરા ‘Shiphra’ને જેસીકેમાં પ્રદર્શિત કરતા અગાઉ જ શિફ્રા જ્વેલરી નામની કંપનીને વેંચાણ કરી દેવામાં આવ્યો છે. 50.25 કેરેટ વજન, 22.95 x 18.45 x 11.57 મિલીમીટરનું કદ તથા IIa પ્રકારની ગુણવતા ધરાવતો આ એમરાલ્ડ કટ લેબગ્રોન હીરાનું નામ ‘Shiphra’ રાખવામાં આવ્યુ છે. ‘Shiphra’ હીરો G કલર, VS2 સ્પષ્ટતા અને સમપ્રમાણ ઉત્તમ કટ ધરાવતો એમરાલ્ડ કટ હીરો છે. આ હીરાને જે રફ લેબગ્રોનમાથી તૈયાર કરવામાં આવ્યો હતો તે ક્રિસ્ટલને લેબમાં ઉગાડવામાં આઠ મહિનાનો સમય લાગ્યો હતો.
અત્યાધુનિક ટેક્નોલોજી સાથે નોંધપાત્ર કદ અને ગુણવત્તાના ટકાઉ હીરાનું સર્જન કરી લેબગ્રોન ડાયમંડ સેક્ટરની સિદ્ધિઓમાં સુરતની કંપની ઈથેરિયલ ગ્રીન મોખરે છે. ઈથેરિયલ ગ્રીન દ્વારા આજથી એક વર્ષ અગાઉ ‘પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ નામનો મોટો લેબગ્રોન હીરો તૈયાર કરી સુરતનું નામ રોશન કર્યુ હતુ. ત્યારબાદ એક વર્ષ પછી ઈથેરિયલ ગ્રીને 50 કેરેટ વજનના ‘Shiphra’ લેબગ્રોન હીરાનું સર્જન કરી મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
શોધ – સંશોધન અને ટીમ વર્ક થકી અમારી કંપનીએ હાંસિલ કરેલી આ એક વિશિષ્ટ અને ગૌરવપુર્ણ સિદ્ધિ : હિરવ અનિલ વિરાણી
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડીયાના અભિયાનને સાર્થક કરતી સુરતની લેબગ્રોન ક્ષેત્રની હીરાની કંપની ઇથેરિયલ ગ્રીનના મેનેજિંગ ડિરેક્ટર હિરવ અનિલ વિરાણીએ આ અંગે મીડીયાને પ્રતિભાવ આપતા કહ્યું કે વિશ્વના સહુથી મોટા હીરાનો રેકોર્ડ સર્જનાર અને ગુણવત્તામાં પણ બેજોડ 50.25 કેરેટના લેબગ્રોન હીરા ‘Shiphra’નું JCKમાં અનાવરણ કરીને અમો અત્યંત આનંદીત અને રોમાંચિત છીએ
વ્યાપક શોધ-સંશોધન, લગન અને મહેનત અને ટીમ વર્ક થકી કંપનીએ હાંસિલ કરેલી આ એક વિશિષ્ટ અને અનેરી ગૌરવપુર્ણ સિદ્ધિ છે. જે અમારી કંપનીની કાબેલ ટીમની શ્રેષ્ઠતા, લગન અને મહેનતની પરાકાષ્ઠાને રજૂ કરે છે.
કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) પ્રક્રિયાની મદદથી વિશ્વના સહુથી મોટા હીરાને ઉત્પાદીત કરવામાં અમને મોટી સફળતા મળી છે. કંપનીએ મેળવેલી આ વિરલ સિધ્ધિ લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં મૈત્રીની શ્રેષ્ઠતા પ્રત્યેના સમર્પણ ભાવને પ્રતિબિંબિત કરે છે. ઉપરાંત વૈશ્વિક હીરા ઉદ્યોગને નેતૃત્વ પ્રદાન કરવાની અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. લેબગ્રોન હીરા ઉત્પાદનમાં હજુ પણ અપાર સંભાવનાઓ રહેલી છે. આ અમે પ્રાપ્ત કરેલી સિધ્ધિ પરથી સાબિત થાય છે.
હજુ પણ વધુ ઉમદા પ્રયત્નો થકી લેબગ્રોન હીરાનું ઉમદા ઉત્પાન થકી ઉદ્યોગની પ્રગતિમાં યોગદાન આપવાના કંપનીના પ્રયાસો અવિરત પણે ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 50.25 કેરેટના ‘Shiphra’ ડાયમંડને પ્રમાણિત કર્યો છે. જે અમારી કંપની દ્વારા લેબમાં ઉત્પાદિત દરેક હીરા નૈતિક રીતે પણ યોગ્ય છે તેની ખાત્રી આપે છે.
IGI ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર તેહમાસ્પ પ્રિન્ટરે જણાવ્યું કે લેબમાં ઉગાડવામાં આવેલા ડાયમંડ ગ્રેડિંગના પ્રણેતા તરીકે 50.25 કેરેટના લેબગ્રોન હીરા ‘Shiphra’ને પ્રમાણિત કરી ગર્વની લાગણી અનુભવે છે.
તેહમાસ્પ પ્રિન્ટરે ઈથેરિયલ ગ્રીનની સફળતાની સરાહના કરી છે. તેમણે ઉમેર્યુ કે ભારતની હીરાની કંપની ઇથેરિયલ ગ્રીન દ્વારા લેબમાં ઉત્પાદીત કરેલા ગુણવત્તા યુકત અને અસાધારણ સાઈઝના હીરાને પ્રમાણિત કરતા IGI ગર્વ અનુભવે છે. અમે ઇથેરિયલ ગ્રીન જેવી ટોચની લેબગ્રોન હીરા ઉત્પાદક કંપનીની સિદ્ધિઓ નિહાળી ગર્વ અનુભવી રહ્યાં છીએ.